મીઠાઇના બોક્સ પર ઉત્પાદન અને ઉપયોગની તારીખ લખવી ફરજિયાત

india-news
|

July 25, 2020, 3:14 PM


Mandatory date of production and use of sweets from October 1 FSSI.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ: શ્રાવણ માસ અને પછીથી શરૂ થતાં તહેવાર અને ઉપવાસોમાં લોકોમાં મીઠાઈ ખાવાનું ચલણ વધે છે. ત્યારે હવે સરકાર અને આરોગ્ય તંત્રે બહારની મીઠાઈઓની શુદ્ધતા જળવાઈ રહે અને લોકોનું સ્વાસ્થ્ય ન બગડે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (FSSL) દ્વારા આદેશ કરવામમાં આવ્યો છે કે, તમામ મીઠાઈ વિક્રેતાઓએ મીઠાઈના બોક્સ પર બનાવ્યાની તારીખ લખવી ફરજીયાત છે. મીઠાઈના પેકેટ પર ક્યારે બની છે અને ક્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે તે લખવું અનિવાર્ય બન્યું છે. આમ ન કરનાર દુકાનદાર કે મીઠાઈના વેપારી સામે દંડનીય  કાર્યવાહી સાથે દુકાન સીલ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

આ નિર્ણયનો અમલ 1 ઓક્ટોબરથી ફરજિયાત રહેશે. વારંવાર ખરાબ મીઠાઈ વેચાઈ રહી હોવાની આવતી હતી. આ કારણે આ નિર્ણય લેવાયો છે. મોટા શહેરોમાં મોટા ભાગે પેકેટમાં મીઠાઈ વેચાય છે. પેકેટ પર પણ દુકાનદારે તેના ઉત્પાદન અને વપરાશની તારીખ જણાવવી પડશે. આ અગાઉ આ આદેશ 1 ઓગસ્ટથી લાગુ થવાનો હતો. પરંતુ મીઠાઈ એસોસીએશને કોરોનાનો હવાલો આપીને તેની તારીખ વધારવાની અપીલ કરી હતી. હવે સરકાર આ દિશામાં આગળ વધવા માંગતી હોવાથી આ આદેશ અપાયો છે. જેથી 1 ઓક્ટોબરથી હવે મીઠાઈ વિક્રેતાઓના બહાના નહિં ચાલે. એક તો કોરોનાથી ઉપરથી વાસી ખોરાકથી લોકોનું સ્વાસ્થ્ય ખરાબ ન થાય તે માટે સરકારે આ નિર્ણય લીધો છે.

Web Title: It is mandatory to write date of manufacture and expiry date on the sweet box