મુકેશ અંબાણી બન્યા વિશ્વના ચોથા સૌથી મોટા ધનિક વ્યક્તિ, જાણો કેટલી સંપત્તિ થઇ

india-news
|

August 08, 2020, 6:28 PM

| updated

August 08, 2020, 6:50 PM


Mukesh Ambani now become 4th richest Man in the world, Know how much wealth.jpg

www.vyaapaarsamachar.com

મુંબઇઃ ભારતીય ઉદ્યોગપતિ અને દિગ્ગજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે દુનિયા ચોથા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 80.6 અબજ ડોલરે પહોંચી ગઇ છે. ચાલુ વર્ષે અંબાણીની સંપત્તિમાં 22 અબજ ડોલરનો વધારો થયો છે. સંપત્તિના મામલે અંબાણી ફ્રાન્સના બર્નાર્ડ  અર્નાલ્ટથી આગળ નીકળી ગયા છે.

ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીએ થોડાંક સપ્તાહ પૂર્વે ઘણા ઉદ્યોગપતિઓને ધનપતિઓની યાદીમાં પછાડ્યા હતા. હવે તેમણે ધનપતિઓનીઆ યાદીમાં મોટી છલાંગ લગાવી છે. આ પહેલા અંબાણીએ સ્પેસએક્સના એલન માસ્ક, પ્રખ્યાત રોકામકાર વોરન બુફે, આલ્ફાબેટ ઇંકના સહ-સંસ્થાપક સર્ગેઇ બ્રિન ને ફેસબુકના લેરી પેજને સંપત્તિના મામલે પાછળ છોડી આગળ નીકળી ગયા હતા.

કોરોના મહામારી દરમિયાન ક્રૂડઓઇલની માંગ ઘટવાથી રિલાયન્સ ગ્રૂપને મોટો ફટકો લાગ્યો છે પરંતુ કંપનીના શેર માર્ચની નીચલી સપાટીથી બમણા વધી ગયા છે. હકિકતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રઝ ગ્રૂપની ટેલિકોમ કંપની જિયોમાં તાજેતરમાં અબજ ડોલરનું નવું મૂડીરોકાણ આવતા સમગ્ર કોર્પોરેટ ગ્રૂપને ફાયદો પહોંચ્યો છે.   

જિયો પ્લેટફોર્મમાં આવ્યુ અબજ ડોલરનું મૂડીરોકાણ

તાજેતરના દિવસોમાં રિલાયન્સની માલિકીના જિયો પ્લેટફોર્મ માં ગુગલ અને ફેસબુક સહિતની ઘણી વિદેશી કંપનઓએ જંગી રોકાણ કર્યુ છે. હવે અંબાણી ધીરે ધીરે પોતાનું ધ્યાન ઇ-કોમર્સ પર કેન્દ્રિત કરી રહ્યા છે, જેમાં ટેકનોલોજી દિગ્ગજ ભારતના ઝડપથી વધી રહેલા ડિજિટલ બિઝનેસનો એક હિસ્સો હસ્તગત કરવા ઇચ્છુક છે. ગુગલે કહ્યુ કે, પાછલા મહિને આ દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા બીજા ક્રમના દેશમાં ડિજિટલ ટેકનોલોજીને અપનાવવા મદદ કરવા માટે આગામી વર્ષોમાં 10 અબજ ડોલર ખર્ચ કરશે.  

વિશ્વના ટોપ-10 અબજોપતિની યાદી

Web Title: Mukesh Ambani now become 4th richest Man in the world, Know how much wealth