મુકેશ અંબાણી 80.6 અબજ ડોલર સાથે વિશ્વના ચોથા નંબરના ધનપતિ
share-market-news-india
|
August 09, 2020, 12:18 PM

vyaapaarsamachar.com
અમદાવાદ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના ચોથા નંબરના ધનવાન ઉદ્યોગપતિ બની ગયા છે. તેમણે ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ડને પાછળ ધકેલ્યા હતા. મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષમાં 22 અબજ ડોલરનો વધારો થયો હોવાનો અંદાજ છે. બ્લૂમબર્ગના કહેવા પ્રમાણે તેમની સંપત્તિ 80.6 અબજ ડોલર છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્ષમાં મુકેશ અંબાણી ચોથા ક્રમે પહોંચી ગયા છે. ફ્રાન્સના બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ડ પાંચમા ક્રમે ધકેલાયા હતા. મુકેશ અંબાણી પાંચમા ક્રમે હતા. બ્લૂમબર્ગના કહેવા પ્રમાણે મુકેશ અંબાણીની અંદાજિત સંપત્તિ 80.6 અબજ ડોલર છે. તેમની સંપત્તિમાં આ વર્ષમાં 22 અબજ ડોલરનો વધારો થયાનો અંદાજ બાંધવામાં આવ્યો હતો.
મુકેશ અંબાણીએ ધનવાન બિઝનેસમેનની યાદીમાં છેલ્લાં એક વર્ષમાં 10 ક્રમનો સુધારો કર્યો હતો. મુકેશ અંબાણીએ આ વર્ષમાં ઈલન મસ્ક, સર્ગેઈ બિન, લેરી પેજ, વોરેન બફેટ વગેરેને પાછળ છોડીને એક પછી એક ક્રમનો કૂદકો લગાવ્યો હતો. પ્રથમ ક્રમે જેફ બેઝોસ યથાવત છે. બીજો ક્રમ પણ માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સે જાળવી રાખ્યો છે.
ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ ત્રીજા ક્રમે છે. માર્ક ઝકરબર્ગ અને મુકેશ અંબાણીની સંપત્તિ વચ્ચે 20 અબજ ડોલરનું અંતર છે. રિલાયન્સ જીઓને સતત વિદેશી રોકાણ મળ્યું હોવાથી મુકેશ અંબાણીની સંપત્તિમાં છેલ્લાં બે-ત્રણ મહિનામાં નોંધપાત્ર વધારો થયો હતો. કંપનીની માર્કેટ કેપ 14 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
ક્રમ |
નામ |
સંપત્તિ |
(અબજ ડોલરમાં) |
||
1 |
જેફ બેઝોસ |
187 |
2 |
બિલ ગેટ્સ |
121 |
3 |
માર્ક ઝકરબર્ગ |
102 |
4 |
મુકેશ અંબાણી |
80.6 |
5 |
બર્નાર્ડ આર્નોલ્ડ |
80.2 |
6 |
વોરેન બફેટ |
79.2 |
7 |
સ્ટીવ બાલમોર |
76.4 |
8 |
લેરી પેજ |
71.3 |
9 |
સર્જેઈ બ્રિન |
69.1 |
10 |
ઈલોન મસ્ક |
68.7 |
Web Title: Mukesh Ambani, Now Worth $80.6 Billion, Overtakes Europe’s Richest Person in Global Wealth Chart