મે માસમાં 3.18 લાખ લોકોને નવી નોકરી મળી : EPF ડેટા 

india-news
|

July 22, 2020, 2:34 PM


Formalisation of economy gradually picked up in May, EPF data shows.png

vyaapaarsamachar.com

અમદાવાદ :  કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અથવા EPFOએ મે મહિનામાં નવી નોંધણી અંગે માહિતી આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને જણાવ્યું છે કે કોરોના વાયરસ સંકટ દરમિયાન અમલમાં આવેલા લોકડાઉનને કારણે ઇપીએફઓમાં નવી નોંધણી ઘટી છે. જોકે, એપ્રિલની તુલનામાં તેમાં મેમાં સુધારો જોવા મળ્યો છે.  

EPFOએ જણાવ્યું છે કે મે માસ દરમિયાન 3.18 લાખ નવી નોંધણી થઇ છે જ્યારે તેને અગાઉના એપ્રિલ માસમાં ફક્ત 1.33 લાખનું જ રજીસ્ટ્રેશન થયું હતું. આમ માસવાર દ્રષ્ટિએ  ઇપીએફઓ નોંધણીમાં થોડો સુધારો જોવાયો છે, પરંતુ તે નિયમિત ધોરણે થતી નોંધણીસંખ્યા કરતા ઘણું ઓછું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કારણ કે દર મહિને ઇપીએફઓમાં સરેરાશ ધોરણે સાત લાખ નવા સભ્યો ઉમેરવામાં આવે છે. જોકે આ પરિસ્થિતિ લોકડાઉન પહેલાની છે.  

એક રીતે લોકડાઉન બાદ અર્થતંત્રમાં સુધારો જોવા મળ્યો છે તે આ ડેટા પરથી કહી શકાય તેમ છે. કેમ કે ચાલુ વર્ષે  મે મહિનાની સંખ્યા 2017-18ની સરેરાશ માસિક સંખ્યા કરતા પણ વધુ થઇ હતી.નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન ઇપીએફઓ સાથે સંકળાયેલા નવા સભ્યોની કુલ સંખ્યા 78.58 લાખ હતી અને આ આંકડો સારો હોવાનું કહી શકાય. ઇપીએફઓના ડેટા બતાવે છે કે સંગઠિત ક્ષેત્રમાં રોજગારની સ્થિતિ કેવી છે. તેના દ્વારા રોજગારી અંગે ચોક્કસ ડેટા મેળવી શકાય છે.  

Web Title: Formalisation of economy gradually picked up in May, EPF data shows