મૈં ફિર આઉંગા – ક્લબ મહિન્દ્રા સાથે પ્રવાસ ફરી શરૂ કરવાની આપણી ઇચ્છાને જગાવે છે

ભારતની અગ્રણી વેકેશન ઑનરશિપ બ્રાન્ડ ક્લબ મહિન્દ્રાએ એના ડિજિટલ અભિયાન #LoveIndiaSeeIndia સાથે લોકોના પ્રવાસ માટેના ઉત્સાહ અને શોખને ફરી જગાવવા પ્રેરિત કર્યા છે. પોતાની ‘ઇન્ડિયા દેખો’ પહેલ દ્વારા બ્રાન્ડે લોકોને ભારતમાં તેમના મનપસંદ હોલિડે ડેસ્ટિનેશન શેર કરવા અને એક વાર ફરી એ યાદગાર ક્ષણોને માણવા અપીલ કરી છે. #LoveIndiaSeeIndia અભિયાનના ભાગરૂપે બ્રાન્ડ હવે બોલીવૂડના સૌથી વધુ લોકપ્રિય અને મનપસંદ કલાકારો પૈકીના એક આયુષ્માનમાન ખુરાનાની આંખો અને અવાજ દ્વારા દર્શકો સાથે જોડાશે.

પોતાની માર્મિક પંક્તિઓ અને કડીઓ સાથે સોશિયલ મીડિયા પર લાખો લોકોનું હૃદય જીતનાર અભિનેતા ડિજિટલ ફિલ્મ ‘મૈં ફિર આઉંગા’ દ્વારા પ્રેરક ઓનલાઇન મેસેજ આપશે. આ વીડિયોમાં અભિનેતા ભારત માટે અને એના વિવિધતાસભર આકર્ષણો – સુંદર વિસ્તારો, યાદગાર અનુભવો, મોંમાં પાણી લાવતી વાનગીઓ માટે તેમજ આ તમામને ફરી માણવાની એની ઇચ્છાને વ્યક્ત કરશે. આયુષ્માન ગોવાના રળિયામણા દરિયાકિનારા, મુન્નારના ચાના લહેરાતા બગીચા તેમજ દિલ્હીનાં સ્વાદિષ્ટ છોલેભટુરે અને કૂર્ગની સુગંધી કોફી સહિત અન્ય ઘણી વાનગીઓ સાથે યાદો તાજી કરશે.

આ અભિયાન વિશે મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઇન્ડિયા લિમિટેડનાં રામિન સહેરવાલાએ કહ્યું હતું કે, “આપણે બધા આપણા મનપસંદ પ્રવાસન સ્થળોની સુંદર યાદો અને અનુભવો ધરાવીએ છીએ, તથા આ સમયગાળા દરમિયાન એ યાદોને તાજી કરવાની ભાવના જાગે છે. આ ફિલ્મ દ્વારા આયુષ્માન એના વિશિષ્ટ આકર્ષક વ્યક્તિત્વ દ્વારા દર્શકો સાથે તાલમેળ સ્થાપિત કરશે અને તેમને તેમના પ્રવાસની યાદો તાજી કરવા તેમજ પોતાના પ્રિયજનો સાથે પસાર કરેલી એ યાદગાર ક્ષણોને તાજી કરવા પ્રેરિત કરશે.”

લોકડાઉનથી લોકોને ઘરની અંદર રહેવાની ફરજ પડી હોવા છતાં પ્રવાસ કરવાની તેમની ઝંખના ઓછી થઈ નથી. તેઓ મનોરંજક અને ઉત્કૃષ્ટ અનુભવોને તાજાં કરવા તલપાપડ છે તથા આ ઇચ્છા પ્રવાસ જ પૂરી કરી શકે છે. ક્લબ મહિન્દ્રા ભારત અને વિદેશમાં 100થી વધારે રિસોર્ટ ધરાવે છે, જેના વિશે 200થી વધારે યુઝરે એના અનુભવો બયાન કર્યા છે. જેમ જેમ દેશમાંથી લોકડાઉનના નિયંત્રણો હળવા થઈ રહ્યાં છે, તેમ તેમ બ્રાન્ડ તેમના મેમ્બરો અને સ્ટાફની સલામતી અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને પરિવર્તન લાવી રહી છે, જેથી તેઓ ‘ક્લબ મહિન્દ્રા’ની ઓળખ સમાન અનુભવો પ્રદાન કરે અને સભ્યો અને મહેમાનોને ઉષ્માસભર આવકાર આપે અને શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરે.