મોંઘુ સોનું નાના વેપારીઓ માટે લાવ્યું અચ્છે દિન, ગોલ્ડ લોનમાં ઉતરોત્તર વૃદ્ધિ

msmes
|

July 24, 2020, 11:35 AM

| updated

July 24, 2020, 11:38 AM


Expensive gold bring good day for small traders as growth in gold loan.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: આ દિવસોમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. તેના ભાવ 50 હજારની સપાટીને પાર કરી ગયા છે. જે લોકો આ તકને ઝડપી લેવા માંગતા હોય તેઓ સોનામાં રોકાણ કરે છે, ઉપરાંત નાની લોન લેનારાઓ પણ તેને એક સુવર્ણ તક તરીકે જોઈ રહ્યા છે. એક તરફ બેન્કોએ નાના બિઝનેસને ધિરાણ માટેના દરવાજા બંધ કરી દીધા છે, તો બીજી તરફ ગોલ્ડ લોન આપનારાઓ માટે રેડ કાર્પેટ બિછાવી દીધી છે. હવે ઘણા નાના અને મધ્યમ બિઝનેસના માલિકો તેમના ઘરમાં રાખેલા સોના તરફ નજર કરી રહ્યા છે, જેથી તેઓ સરળતાથી લોન લઈ શકે.

દરરોજ ગોલ્ડ લોન એપ્લિકેશનમાં 30-35 ટકા વૃદ્ધિ

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, દરરોજ ગોલ્ડ લોનની અરજીમાં લગભગ 30 થી 35% નો વધારો જોવા મળે છે. મુથૂટ ફિનકોર્પ અને મુથૂટ ફાઇનાન્સની એસેટ્સ સતત વધી રહી છે. મુથૂટ ફિનકોર્પના મેનેજિંગ ડિરેક્ટર અને અધ્યક્ષ જોન મુથૂટ કહે છે કે સોનાના વધતા ભાવો લોન લેનારાઓને ખૂબ મદદરૂપ થયા છે, જેનાથી તેઓ વધુ લોન લઈ શકશે.

એક જ કંપનીએ આપી 9000 કરોડથી વધુ ગોલ્ડ લોન

લોકડાઉન થયા પછી અસુરક્ષિત લોન લગભગ બંધ થઈ ગઈ છે અને દેવાદારોએ મોરાટોરિમ અવધિ દરમિયાન ગોલ્ડ લોનનો આશરો લીધો છે. મુથૂટ ફિનકોર્પે છેલ્લા 3 મહિનામાં લગભગ 20 લાખ ગ્રાહકોને 9000 કરોડની ગોલ્ડ લોન આપી છે.

મુથૂટ ફિનકોર્પનો બિઝનેસ આ કારણે તેજીથી વધ્યો

મુથૂટ ફિનકોર્પ કંપનીએ એપ્રિલ મહિનામાં એક યોજના શરૂ કરી હતી, જ્યારે સોનાના ભાવ બુલિયન માર્કેટમાં પ્રથમ વખત 10 ગ્રામ દીઠ 50 હજારની સપાટીએ પહોંચ્યા હતા. હવે ઘણી બેંકોએ ગોલ્ડ લોનની તર્જ પર લોન આપવાનું શરૂ કરી દીધું છે.

વાયદા બજારમાં અત્યારે શું છે સોનાનો ભાવ

હાજર બજારમાં મજબૂત માંગને પગલે સટોડિયાઓએ નવા સોદાની લેવાલીના જે વાયદા બજારમાં ગુરુવારે સોનું 340 રૂપિયાની તેજી સાથે 50,418 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું. મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં ઓગસ્ટ મહિનામાં ડિલિવરી ગોલ્ડ કોન્ટ્રાક્ટનો ભાવ રૂ .340 અથવા 0.68 ટકા વધીને 10 ગ્રામ દીઠ રૂ. 50,418 થઈ ગયો.

Web Title: Expensive gold brings good days for small traders, gradual growth in gold loans