યસ બેંક FPO : શેર ફ્રીજ બાબતે બ્રોકરો SEBIના રડારમાં

share-market-news-india
|

July 28, 2020, 10:45 AM


YES Bank FPO Several brokers under Sebi scanner over share freeze.png

vyaapaarsamachar.com

અમદાવાદ : ગયા અઠવાડિયાએ આવેલ યસ બેન્કના એફપીઓના વેચાણની સુવિધા ઉપલબ્ધ કરાવનાર ઘણા બ્રોકર સેબીની તપાસના રડારમાં આવી ગયા છે.યસ બેંકે ઇશ્યૂ દ્વારા 12.5 અબજ કરતા વધારે નવા શેર ઇશ્યૂ કર્યા હતા. આ શેરોનું સોમવારથી ટ્રેડિગ શરૂ થઈ ગયું છે.

જોકે શુક્રવારે આ શેરો અલગ ઇન્ટરનેશનલ સિક્યુરિટીઝ આઇડેન્ટિફિકેશન નંબર (આઈએસઆઈએન) સાથે એફપીઓ અરજદારોને ફાળવવામાં આવ્યા હતા, જે વેપાર માટે પ્રતિબંધિત છે. બીજા શબ્દોમાં કહીએ તો આ શેર રોકાણકારોના ડીમેટ ખાતામાં જમા કરાયા હતા પરંતુ તેઓ વેચી શકતા નહોતા.

માનવામાં આવી રહયું છે કે  કેટલાક બ્રોકર્સે યસ બેન્કના નવા શેરો લિસ્ટેડ થયા પહેલા જ શુક્રવારે તેમના ગ્રાહકોને આ શેર વેચવાની સુવિધા આપી હતી. આથી બ્રોકર્સના  ગ્રાહકોને સારો નફો થયો. શુક્રવારે યસ બેન્કના શેર રૂ. 12 ના એફપીઓ ભાવથી 14 ટકા વધીને 13.7 રૂપિયા પર બંધ થયા હતા.

સોમવારે જ્યારે નવા શેરો લિસ્ટેડ કરવામાં આવ્યા ત્યારે યસ બેન્કના શેરમાં 10 ટકાની નીચલી સર્કિટ વાગી હતી અને તે રૂ.12.30 પર બંધ થયો હતો.એક્સચેંજ પર યસ બેન્કના શેર ફક્ત વેચાયા હતા અને ખરીદદારોના અભાવને લીધે ઘણા રોકાણકારો એફપીઓમાં ફાળવેલ શેર વેચી શક્યા નહોતા.આ અંગે સેબીના અધિકારીએ કહ્યું હતું કે બ્રોકર્સ દ્વારા ગત અઠવાડિયે યસ બેન્કના અન્ય શેર વેચવાની મંજૂરી આપી હશે તો તે નિયમભંગ નહીં કહેવાય  પરંતુ જો FPOમાં ફાળવેલ શેર વેચવાની સુવિધા આપી હશે તો તે સ્પષ્ટ રીતે નિયમભંગ છે.

Web Title: YES Bank FPO: Several brokers under Sebi scanner over share freeze