યુએસ ડોલર સામે ભારતીય રૂપિયામાં સતત બીજા સાપ્તાહિક સુધારો

forex-news-india
|

July 24, 2020, 6:34 PM


Indian rupee shotup for the second consecutive week against US dollar.jpg

અમદાવાદઃ ભારતીય શેરબજારમાં વેચાણની સાથે, અમેરિકા અને ચીન વચ્ચે વધેલી તંગદિલીના કારણે ભારતીય રૂપિયો આજે ડોલર સામે ઘટીને બંધ આવ્યો હતો. ગુરુવારે ૭૪.૭૫  બંધ રહેલો રૂપિયો આજે વૈશ્વિક નબળાઈ વચ્ચે ૧૯ પૈસા નરમ ખુલી ૭૪.૯૪ની સપાટીએ ગયો હતો. એક તબક્કે તે વધી ૭૪.૮૦ થયા બાદ સત્રના અંતે ૭૪.૮૩ની સપાટીએ બંધ આવ્યો હતો જે ગઈકાલ કરતા ૯ પૈસાનો ઘટાડો દર્શાવે છે.

ડોલર ઉપરાંત, રૂપિયો આજે યુરો, પાઉન્ડ અને યેન સામે પણ નબળો પડ્યો હતો. ગત સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૧૮ પૈસા મજબૂત થઇ ૭૫.૦૨ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ બીજા સપ્તાહમાં પણ રૂપિયો ડોલર સામે  ૧૯ પૈસા વધીને બંધ આવ્યો છે.

વૈશ્વિક બજારમાં યુરો સતત મજબૂત બની રહ્યો છે અને ડોલર છેલ્લા એક વર્ષની નીચી સપાટી તરફ આગળ વધી રહ્યો છે. અમેરિકન ચલણના મુલ્યને વિશ્વના છ મુખ્ય ચલણ સામે નક્કી કરતા ડોલર ઇન્ડેક્સમાં આજે સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ડોલર ઇન્ડેક્સ આજે ૦.૦૬ ટકા ઘટી ૯૪.૫૯૩ની સપાટી ઉપર છે.

Web Title: Indian rupee shotup for the second consecutive week against US dollar