યુનિલીવરના ઓનલાઇન આઈસ્ક્રીમ ડિલિવરી બિઝનેસમાં તેજી 

share-market-news-india
|

July 24, 2020, 5:42 PM


Unilever’s ice cream deliveries show anything can be sold online.jpeg

vyaapaarsamachar.com

અમદાવાદ : વર્તમાન સમયમાં તમામ વસ્તુઓના ઓનલાઇન ઓર્ડર અને ડિલિવરી કરવાનું ચલણ વધ્યું છે. યુનિલીવર દ્વારા હવે ઓનલાઇન આઈસક્રીમ પણ ડિલિવર કરાઈ રહ્યો છે. કોરોના રોગચાળા દરમિયાન સ્ટોર્સ બંધ થઇ જતાં યુનિલીવરે બેન એન્ડ જેરી આઈસક્રીમના ઓનલાઇન લઈને ડિલિવર કર્યા હતા. 

યુનિલીવરનો આઈસક્રીમ બિઝનેસ 3 વર્ષ અગાઉ શરુ થયો હતો જે હવે સંપૂર્ણ વિકસી ચુક્યો છે. કંપની ડોમીનોઝ સાથે ડિલિવરી પાર્ટનરશિપ અપનાવી રહી છે. આગામી ગરમીની મોસમને ધ્યાનમાં રાખીને આઈસક્રીમ માંગ વધશે તેવા અનુમાનને આધારે યુનિલિવર આ બિઝનેસમાં ઝડપ લાવી રહી છે.

આમ આજના સમયમાં આઈસક્રીમની ઓનલાઇન ડિલિવરી કરીને સાબિત કર્યું છે કે વેબસાઈટ પર કંઈપણ વસ્તુ ઓનલાઇન વેચી શકાય છે. યુનિલિવર ક્લોન્ડાઇક અને બ્રેયર્સ જેવી બ્રાન્ડની સાથે વિશ્વની સૌથી મોટી આઇસક્રીમ ઉત્પાદક છે. વૈશ્વિક લોકડાઉન દરમિયાન તેની માંગમાં ઉછાળો જોવા મળ્યો હતો.

Web Title: Unilever’s ice cream deliveries show anything can be sold online