રાજકોટમાં રૂ.9.73 કરોડનુ બોગસ બિલિંગ કૌભાંડ પકડાયુ, એકની ધરપકડ…
gujarat-samachar-news
|
August 11, 2020, 8:21 PM
| updated
August 11, 2020, 8:33 PM

રાજકોટઃ ગુજરાતમાં આજે સ્ટેટ ગુડ્સ અને સર્વિસ ટેક્સ (એસજીએસટી) એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા બોગસ બિલ બનાવી રૂ.9.73 કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ પકડી પાડ્યુ છે. જેમાં એસજીએસટી એન્ફોર્સમેન્ટ વિભાગે આજે રાધન ગોવિંદભાઇ ડાંગરની ધરપકડ કરી છે, જે રૂ. 9.73 કરોડના કરચોરીના નકલી બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલો છે.
એસજીએસટીના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ ડાંગરે ચાર બોગસ કંપનીઓ સ્થાપવા અને જીએસટી રજિસ્ટ્રેશન મેળવવા માટે કપટપૂર્ણ રીતે આ લોકો પાસેથી દસ્તાવેજો મેળવ્યા હતા.
ભુજ અને રાજકોટ સ્થિત ચાર કંપનીઓની નોંધણી કરાઈ હતી. જેમાં રાજકોટની આકાશ એન્ટરપ્રાઇઝ શામેલ છે જેણે રૂ. 2.53 કરોડની કરચોરી કરી છે, રાજકોટની ભાવ્યા એન્ટરપ્રાઇઝે રૂ. 2.47 કરોડ તેમજ સુપિરિયર સિરામિક્સ કંપનીએ રૂ.2.66 કરોડ) અને મોરબીની સ્કાયહાઇ સિરામિક કંપની રૂ.2.16 કરોડની કરચોરી કરી છે.
એસજીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીએ મોડસ ઓપરેન્ડી વિશે જણાવતાં જણાવ્યું હતું કે, “કંપનીઓ દ્વારા રૂ.54.81 કરોડના સિરામિક માલસામાનનો વેપાર દર્શાવતા ઇ-વે બિલો બનાવવામાં આવ્યા હતા, અને બોગસ બીલોનો ઉપયોગ કરીને કપટપૂર્ણ રીતે રૂ. 9.73 કરોડના ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે દાવો કરવામાં આવ્યો હતો. આ તદ્દન ખોટી જાહેર કરાઇ હતી.”
આ ઘટના પાછલા અઠવાડિયે ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે એક ટ્રાન્સપોર્ટેરે ભુજના સામખીયાળી ખાતેની એક ચેકપોસ્ટ પર ફરજ બજાવતા અધિકારી પર કથિતરીતે હુમલો કર્યો હતો.
આ કેસ સંદર્ભે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી અને આ મામલે વધુ તપાસ થતાં નકલી બિલિંગ કૌભાંડનું સમગ્ર રેકેટ સામે આવ્યું છે.
Web Title: Bogus GST billing scam worth Rs 9.73 crore caught in Rajkot, one arrested …