રાજસ્થાન રાજકારણ : શું તમે જાણો છો વિશ્વાસ અને અવિશ્વાસ પ્રસ્તાવ વિશે ?

india-news
|

August 14, 2020, 4:06 PM

| updated

August 14, 2020, 4:06 PM


Gehlot-Pilot.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી :આજે રાજસ્થાન વિધાનસભાનું સત્ર શરૂ થઇ ગયું છે જેમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણનો અંત આવી શકે છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ રજુ કર્યો છે. સત્ર પહેલા ધારાસભ્યોને વ્હિપ જાહેર કરી દેવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી પણ અવિશ્વાસ મત પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. અશોક ગેહલોતનો દાવો છે કે તેમની સરકાર સરળતાથી બહુમત સાબિત કરી દેશે.

શું હોય છે અવિશ્વાસ પ્રસ્તાવ?

સરકારનો વિરોધ કરવા માટે વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે છે. સરકાર બની રહે તે માટે અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર થાય તે જરૂરી છે. જો અવિશ્વાસ પ્રસ્તાવને ગૃહે મંજૂરી આપી દીધી તો સરકાર પડી જાય છે. અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં વિપક્ષ દ્વારા સરકાર વિરૂદ્ધ લાવવામાં આવતો પ્રસ્તાવ છે.  જ્યારે વિપક્ષ કે કોઈ પાર્ટીને એવું લાગે કે સરકાર પાસે બહુમત નથી અથવા ગૃહનો વિશ્વાસ ગુમાવી ચુક્યાં છે. આ સ્થિતિમાં ગૃહમાં પ્રસ્તાવ લાવવામાં આવે છે.

કઈ રીતે રજૂ થાય છે પ્રસ્તાવ?

અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટે ઓછામાં ઓછા 50 સભ્યોના સમર્થનની જરૂર હોય છે. જે બાદ સ્પીકરની સામે પ્રસ્તાવ રાખવામાં આવે છે. જો સ્પીકર આ અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી દે છે તો પ્રસ્તાવ રજૂ કરવાના 10 દિવસમાં તે અંગે ચર્ચા કરાવવામાં આવે છે.  સ્પીકર અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં વોટિંગ કરાવી શકે છે. આ દરમિયાન સરકાર પોતાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા વ્હિપ જાહેર કરે છે.

અવિશ્વાસ પ્રસ્તાવની સરકાર પર શું અસર?

અવિશ્વાસ પ્રસ્તાવમાં જો સરકાર વિરૂદ્ધ વધુ મત પડ્યા એટલે કે ગૃહમાં હાજર કુલ સભ્યોમાંથી બહુમત જો સરકાર વિરૂદ્ધ વોટ આપવાનો છે તો સરકાર પડી જાય છે. પરંતુ કેન્દ્ર સરકારના ઈતિહાસમાં અત્યારસુધી માત્ર એક વખત જ અવિશ્વાસ પ્રસ્તાવથી સરકાર પડી ગઈ છે.

અવિશ્વાસ પ્રસ્તાવ અે વિશ્વાસ પ્રસ્તાવમાં શું છે ફરક

અવિશ્વાસ પ્રસ્તાવ હંમેશા વિપક્ષ દ્વારા લાવવામાં આવે છે. જ્યારે કે વિશ્વાસ પ્રસ્તાવ ગૃહમાં પોતાનું બહુમત દેખાડવા માટે સત્તાધારી પક્ષ તરફથી લાવવામાં આવે છે. અટલ બિહારી વાજપેયી બે વખત ગૃહમાં વિશ્વાસ મત મેળવવાના પ્રયાસ કર્યા અને બંને વખત નિષ્ફળ રહ્યાં હતા.

Web Title: Ashok Gehlot’s