રાજ્યોના સ્થાનિક લોકડાઉન વચ્ચે ઓનલાઇન કરિયાણાના ઓર્ડરમાં વૃદ્ધિ 

india-news
|

July 22, 2020, 5:12 PM


Online grocers see uptick in orders amid localised lockdowns in many states.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ :  ભારતમાં વધતા જતા કેસોને લઈને રાજ્યોએ પોતાની રીતે લોકડાઉન જાહેર કર્યું છે. દેશના ઘણા રાજ્યોએ સ્થાનિક લોકડાઉન અને પ્રતિબંધોની જાહેરાત કરતા લોકોએ બજારો અને સબ્જી માર્કેટમાં જવાનું ટાળીને ઓનલાઇન કરિયાણું મંગાવવાનો વિકલ્પ વધુ પસંદ કર્યો છે. લોકડાઉનને કારણે ઓનલાઇન કરિયાણું મંગાવવાના ચલણમાં વધારો થયો છે.

પ્રથમ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન ઘણા બધા પ્રતિબંધોને કારણે ડિલિવરી અધિકારીઓને હોમ ડિલિવરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે હવે ભારતના ઘણા રાજ્યો અને શહેરો પ્રતિબંધો હટાવી દીધા બાદ ડિલિવરીનું કામકાજ સુચારુ રીતે આગળ વધી રહયું છે. નિષ્ણાંતોના જણાવ્યાં અનુસાર સ્થાનિક લોકડાઉનને કારણે ઓનલાઇન કરિયાણું ખરીદવામાં તેજી આવી છે.

ઓનલાઇન ગ્રોસર બિગબાસ્કેટ માટે આવકની રીતે બેંગ્લોર સૌથી મોટું શહેર છે અને લોકડાઉન દરમિયાન ઓર્ડરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. બેંગ્લોરમાં કંપનીને હાલ વર્તમાન ધોરણે 40 હજાર જેટલા ઓર્ડર મળી રહયા છે. જોકે એપ્રિલ-મે દરમિયાન ગભરામણમાં થયેલ ખરીદી જેટલી વૃદ્ધિ જોવા નથી મળી.

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કન્ટેન્ટ ઝોનમાં પહોંચાડવાની વાત આવે ત્યારે અમને પડકારોનો સામનો કરવો પડે છે, પરંતુ સ્થાનિક સરકારી અધિકારીઓના સમર્થન અને અમારા ડિલિવરી અધિકારીઓની પ્રતિબદ્ધતાને કારણે અમે કન્ટેન્ટ ઝોનમાં પણ પહોંચાડવામાં સફળ રહ્યા છીએ.બેગ્લોરમાં હાલ 5500થી વધુ કન્ટેન્ટમેન્ટ ઝોન છે અને આજે લોકડાઉન પૂર્ણ થવાનું છે. બીજી તરફ કર્ણાટક,ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર જેવા રાજ્યોમાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

Web Title: Online grocers see uptick in orders amid localised lockdowns in many states