રામ મંદિર પર શિવસેનાએ કર્યા પીએમ મોદીના વખાણ,કહ્યુ અદાલતી દાવપેચ માંથી ભગવાનને કાઢ્યા બહાર

Uddhav-Thackeray_Shiv-Sena-770x433.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : શિવસેનાએ બુધવારે પોતાના મુખપત્ર સામનામાં રામ મંદિરના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વખાણ કર્યા છે. સામનાના સંપાદકીયમાં જણાવાયું છે કે ડો.સુબ્રહ્મણ્યમ સ્વામીએ રામ મંદિરનો શ્રેય પીવી નરસિંહરાવ અને રાજીવ ગાંધીને આપ્યો છે. તેઓ રામ મંદિરનું શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપવા તૈયાર નથી. પરંતુ પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન રામ મંદિરનો મામલો કોર્ટના વલણથી ઉકેલાયો હતો અને આજે આ સુવર્ણ ક્ષણ આવી ગઈ છે. તે સ્વીકારવું પડશે. જો એવું ન હોત, તો રામ મંદિરની તરફેણમાં નિર્ણય આપતા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, નિવૃત્તિ પછી તરત જ રાજ્યસભાના સભ્ય બન્યા ન હોત.

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના એક લેખમાં લખ્યુ કે બાબરી ધ્વન્સ,તેને તોડનાર શિવસૈનિકો પર અને ગર્વ છે,આ એક ગર્જનાથી બાળાસાહેબ ઠાકરે હિંન્દુ હ્રદય સમ્રાટના રૂપમાં કરોડો હિંન્દુઓના દિલમાં રાજા બની ગયા હતા.એ બધાના ત્યાગ,લોહી,સંઘર્ષ અને બલિદાનને કારણે આજે રામ મંદિર અયોધ્યાનું સપનુ સાકાર થઇ રહ્યુ છે

સામનામાં લેખમાં તેમણે કહ્યુ કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી રામમંદિર માટે પહેલુ ખોદકામ કરી મહુર્ત કરશે,આ માટીમાં કારસેવકોના ત્યાગની ગંધ છે,અને આને ભુલશે એ રાજદ્રોહી સાબીત થશે,રામ મંદિર બન્યા બાદ ભગવાન રામના નામની રાજનીતી હંમેશા માટે સમાપ્ત થઇ જશે

સામનામાં સંપાદકીમાં કહેવામાં આવ્યુ કે હાઇકોર્ટમાં આ સંપુર્ય મામલો તારીખોમાં અટલાઇ ગયો હતો પરંતુ પુર્વ સીજેઆઇ રંજન ગોગઇએ ભગવાન રામને આ સમગ્ર આંટીઘુટી માંથી બહાર કાઢ્યા,અને રામ મંદિરના પક્ષમાં સ્પષ્ટ નિર્ણય કર્યો.રંજન ગોગોઇનું નામ ખાસ મહેમાનોની યાદીમાં હોવુ જોઇતુ હતું.નાતો રંજન ગોગઇ કે ન તો બાબરી ઢાંચા પાડનાર શિવસેનું આ યાદીમાં નામ છે,રામ ભુમિ પુજનનો શ્રેય કોઇ બીજીને ભાગે ન જાય આ તો એવી જીદ છે

સામાનામા કહેવાયુ કે જ્યારે નરસિંહ રાવ પ્રધાન મંત્રી હતા ત્યારે બાબરી ધ્વન્સ થઇ.તેમએ બાબરીને સંપુર્ણ પાડી નાખી,એ સમયે ઉપરાષ્ટ્રપતિ શંકર દયાળ શર્મા હતા,શર્મા અને રાવ 6 ડિસેમ્બર માનો બાબરીનું કલંક મટે તેવી પ્રાર્થના કરતા બેઠા હતા.

Web Title: Shiv sena praises narendra modi in saamana over ram mandir ayodhya