રામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો

lifestyle-news-india
|

August 05, 2020, 1:31 PM


Urmila Chaturvedi did not eat a single grain since 28 years.jpeg

vyaapaarsamachar.com

અયોધ્યા: રામ મંદિરના નિર્માણને લઈને મધ્યપ્રદેશના જબલપુરની એક મહિલાએ જે સંકલ્પ લીધો હતો તે હવે પુરો થવા જઈ રહ્યો છે. જબલપુર નિવાસી 81 વર્ષની ઉર્મિલા ચતુર્વેદીએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે અને હવે જ્યારે 5 ઓગષ્ટના રોજ રામમંદિર નિર્માણ માટે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે તો ઉર્મિલાને પોતાનો સંકલ્પ પૂરો થતો દેખાઈ રહ્યો છે.

1992થી ફળાહાર ઉપર જીવી રહ્યાં છે જીવન

1992માં જ્યારે વિવાદીત ભાગ પડ્યો હતો ત્યારે ઉર્મિલા ચતુર્વેદી 53 વર્ષની હતી. ભાગ પડ્યા બાદ દેશમાં તોફાનો થયા હતા. તેના કારણે ઉર્મિલાએ સંકલ્પ લીધો હતો કે જે દિવસે તમામની સહમતીથી મંદિરનું નિર્માણ શરૂ થશે તે દિવસે તે અન્ન ગ્રહણ કરશે. અન્ન ત્યાગનો સંકલ્પ લઈને તેના પરિવારજનોએ ઘણી વખત તેને આ સંકલ્પ પૂર્ણ કરવા માટે મનાવી રહ્યાં હતાં પરંતુ ઉર્મિલા ટસથી મસ થયા નહીં અને ત્યારથી તેણીએ અન્નગ્રહણ કરવાનું મુકી દીધું છે માત્ર ફળાહાર કરે છે. ઉર્મિલાના ઘરમાં રામ દરબાર છે જ્યાં તેની સામે રોજ બેસીને રામ નામનો જપ કરે છે.

રામલલ્લાના દર્શન કરીને સંકલ્પ કરશે પૂર્ણ

હવે જ્યારે 5 ઓગષ્ટના રોજ મંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. તો ઉર્મિલા ચતુર્વેદીની ઈચ્છા છે કે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને તે પોતાનો સંકલ્પ ખોલે. જે કે સંભવ લાગી રહ્યું નથી. કારણ કે 5 ઓગષ્ટના રોજ અયોધ્યમાં કોઈ પણ બહારના લોકોને જાવાની મનાઈ છે. તેવામાં પરિવારનું કહેવું છે કે ઘરે બેસીને કાર્યક્રમને લાઈવ ટેલીકાસ્ટ દેખાડીને તેનો સંકલ્પ પુરો કરાવવાની કોશિશ કરવામાં આવશે

Web Title: Worship for Ram Mandir: Since December 6, 1992, this woman has not eaten a single grain