રાશિફળ 11 ઓગસ્ટ :આ રાશિના જાતકોના  અટવાયેલા કામો થશે પૂરા ,કૌટુંબિક સંબંધો મધુર બનશે

astrology-news-india
|

August 11, 2020, 9:58 AM


horoscope.jpg

www.vyaapaarsamachar.com

અમદાવાદ

મેષ :

અનેક દિવસોથી અટવાયેલા કામો  પૂરા થઈ શકે છે. કૌટુંબિક સંબંધો મધુર રહેશે. તમને છબી સુધારવાની પણ તક મળશે. વિચારેલા કામો પૂરા થઈ શકશે. પરણિત લોકોને સુખ મળશે. પ્રેમ વધશે. કેટલાક કૌટુંબિક મામલાઓનો ઉકેલ આવશે. 

વૃષભ

કારોબારમાં વ્યસ્ત રહેશો. કાર્યક્ષેત્રમાં સન્માન મળશે. મહેનતથી ધન કમાશો. જે કામ અધૂરા હતાં તે પૂરા થઈ શકે છે. નવા કરાર કે સંબંધ બનવાની શક્યતા છે. સમય સારો છે. અનેક ક્ષેત્રોમાં એક સાથે સક્રિય રહેશો. આગળ વધવા માટે જીવનમાં કેટલાક ફેરફાર કરવા પડી શકે છે. અવિવાહીતોને રોમાન્સની તક મળશે. મુસાફરીના યોગ છે. 

મિથુન

ઉતાવળમાં કામ ન કરો. નાણાકીય સ્થિતિની ચિંતા કરો. ફાલતુ ખર્ચ થઈ શકે છે. નોકરી અને ધંધામાં કોઈ વાતને લઈને મુશ્કેલી ઊભી થઈ શકે છે. નાણાકીય મામલે સાવધ રહો. ઓફિસ કે વર્ક પ્લેસ પર તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે.

કર્ક

નોકરીમાં સમસ્યા ઊભી થઈ શકે છે. રૂટિન કામોમાં વિધ્નો આવી શકે છે. જીદ કરશો તો વિવાદ થવાની શક્યતા છે. વધુ વિચારમાં સમય ન ગુમાવો. અચાનક સમસ્યાઓ વધી શકે છે. મૂડ ખરાબ થઈ શકે છે. ભાગદોડ રહેશે

સિંહ

પરિવારમાં સુખ શાંતિ વધશે. કાર્યક્ષેત્રમાં નવા કરાર કે સંધિ થવાની શક્યતા. સામાજિક કામકાજમાં સન્માન મળશે. કોઈ સારા મિત્રની મુલાકાતના યોગ છે. ઓફિસમાં કોઈ ગુપ્ત રીતે મદદ કરી શકે છે. રોમાન્સ માટે સારો દિવસ છે. પાર્ટનર આર્થિક મદદ કરી શકે છે.

કન્યા

કારોબાર વધશે. તમારાથી નિચલા સ્તરના કર્મચારીઓનો સહયોગ મળશે. ખાસ લોકો સાથે મુલાકાત થઈ શકે છે. મોટાભાગની સમસ્યાઓના અંતના યોગ છે. જે કામ અધૂરું સમજી રહ્યાં છો તે પૂરું થઈ જશે. 

તુલા

નોકરી અને ધંધામાં લાભની શક્યતા છે. દિવસ સારો રહેશે. ખાસ લાભ અને પ્રગતિ માટે આજે વધુ કોશિશ કરવી પડશે. જો કે સફળ પણ થશો. ભાગ્યની મદદથી કરેલા કામોમાં સફળતા મળશે.બીજાને નારાજ  કર્યા વગર ચતુરાઈથી કામ કરો. લવ પાર્ટનર પર વધુ ખર્ચ થઈ શકે છે. લવર કે જીવનસાથી પર ગુસ્સો ન કરો. પોતાની લાગણીઓ બીજા પર જબરદસ્તીથી ન થોપો.

વૃશ્ચિક

બિઝનેસમાં ફાયદો ઓછો થશે. ટ્રાન્સફરના યોગ છે. નવું કામ શરૂ ન કરો. દિવસ થોડો ટફ હોઈ શકે છે. મન ફાલતુના કામોમાં અટવાયેલુ રહેશે. વિચારેલા કામો પૂરા ન થવાથી મૂડ ખરાબ થઈ શકે છે. 

ધન

સમજી વિચારીને નિર્ણય લેવાથી ફાયદો થઈ શકે છે. નાણાકીય સ્થિતિમાં સારા ફેરફારની તકો મળી શકે છે. પરિવાર અને સમાજમાં તમારું મહત્વ વધશે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. જીવનસાથી સાથે સંબંધ વધુ મધુર થશે. 

મકર

નવી ડીલ આજે ન કરો તો સારું. નાણા અટવાઈ શકે છે. દિવસની શરૂઆત સારી નહીં રહે. ન ઈચ્છો તો પણ નાણાનો વ્યય થાય. આજે પ્લાનિંગ ગુપ્ત રાખો. સંબંધોમાં પણ મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ શકે છે. વાદ વિવાદમાં અટવાઈ શકો

કુંભ

આર્થિક તંગી ખતમ થશે. આવક અને ખર્ચ બરાબર રહેશે. ઓફિસમાં અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં પૂરી તાકાતથી કામ પૂરા કરશો. અચાનક ધનલાભ થઈ શકે છે. સારા લોકોની સંગતિથી ફાયદો થઈ શકે છે. સંતાનના સારા સમાચાર મળી શકે છે. કોઈ ખાસ પરિણામની રાહ જોવામાં ધૈર્ય રાખશો તો ખુશ થશો.

મીન

બિઝનેસ ન વધારો તો સારું રહેશે. જેવું ચાલે છે તેમ ચાલવા દો. મોંઘી ચીજોની ખરીદી થઈ શકે છે. આજે તમે કોઈ નવા અને મોટા નિર્ણય ન લો તો સારું રહેશે. સાવધાની રાખો. નાણા ખર્ચ કરવામાં ખુબ ચાલાકીથી કામ લો. લવ લાઈફ માટે સારો દિવસ છે. 

Web Title: August,11,2020 Horoscope: Find out what the stars have in store for you today