રાશિફળ 12 ઓગસ્ટ : આજે કૃષ્ણ જન્માષ્ટમી,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

astrology-news-india
|

August 12, 2020, 9:52 AM


Krishna-Janmashtami-2019-shubh-muhurat-puja-vidhi-15-08-2019.jpg

www.vyaapaarsamachar.com

મેષ

મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. નવા કામ શરૂ થશે અને વિચારેલા કામો પૂરા થશે. સંપત્તિના કામ પર ધ્યાન આપશો. ડીલમાં સારી સફળતાના યોગ છે. અંગત જીવન અને પૈસામાં જ આજનો દિવસ પસાર તશે. જરૂરી કામોની યોજના બનશે. 

વૃષભ

કોઈ નકારાત્મક મામલે ફસાયા  તો મહત્વપૂર્ણ તક ગુમાવશો. આજે કોઈ નિર્ણય ન લો કે તારણ ન કાઢો. દિવસ સાવધાનીભર્યો રહેશે. સમજી વિચારીને બોલો, બીજાની વાત પણ સાંભળો. પાર્ટનર સાથે વાહન ચલાવતા સાવધાની રાખો. 

મિથુન 

નવા કામ અને નવી બિઝનેસ ડીલ સામે આવી શકે છે. કોઈ નવી ઓફર મળશે. વિચારેલા કામો કરવાના શરૂ  કરો. જલદી પૂરા થશે. રોજબરોજના કામોમાં કોઈ અડચણ નહીં આવે. મહત્વપૂર્ણ મીટિંગ અને કામો માટે શુભ દિવસ છે. 

કર્ક

લવલાઈફમાં ગેરસમજ થઈ શકે છે. કોઈ પણ મામલે બેદરકારી ન રાખો. વિચારેલા કામો પૂરા કરવામાં થોડો સમય જશે. આજે કોઈ પણ કામમાં વધુ મહેનત પડશે. જોબ અને બિઝનેસમાં બેદરકારી કે ઉતાવળ ન રાખો. સ્વાસ્થ્ય સાચવો. 

સિંહ

વિચારેલા કામો પૂરા નહીં થાય. પૈસા સંભાળીને રાખો. લેવડ દેવડ અને રોકાણ મામલે સમજી વિચારીને આગળ વધો. મનમાં કોઈ સમસ્યા પરેશાન કરશે. કડવી વાતો ન કરો. કોઈ પ્લાન ન બનાવો. જૂના કામો પૂરા કરો. સ્વાસ્થ્ય માટે સારો દિવસ છે. 

કન્યા 

બિઝનેસમાં કેટલીક નવી યોજનાઓ પર કામ શરૂ થઈ શકે છે. પાર્ટનરનો સહયોગ મળશે. વિચારેલા કામો પૂરા થશે. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે. કામ પર ધ્યાન આપો. અધૂરા કામો સમય પર પૂરા કરી શકશો. ધૈર્ય રાખજો. મન પ્રસન્ન રહેશે. 

તુલા  

દિવસ તમારા માટે સારો છે. પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવીને કામ પૂરા કરી શકો છો. કામકાજમાં મન લાગશે. અચાનક કઈંક સારી તકો મળી શકે છે. તેનો ફાયદો ઉઠાવવા તૈયાર રહો. અચાનક મનમાં ફેરફાર થશે જે ફાયદાકારક રહેશે. 

વૃશ્ચિક

નોકરી અને બિઝનેસમાં અચાનક મોટા ફેસલા લેવા પડી શકે, નુકસાન પણ થઈ શકે. કન્ફ્યુઝન વધશે.અજાણ્યા નુકસાન માટે તૈયાર રહો. ફાલતુ ખર્ચાના યોગ. કાર્યક્ષેત્રમાં પરેશાની અને અસુવિધા થઈ શકે છે. પરેશાની ઊભી કરનારા લોકો આસપાસ જ રહેશે. 

ધન

આર્થિક મામલા ઉકેલાશે. દાંપત્યજીવન સુખી રહેશે. સમાધાન અને વિનમ્રતાથી ગૂંચવાયેલા મામલા ઉકેલાશે. રૂટિન કામથી ધનલાભ થશે. કરજ લેવાનું મન થશે. મોટી પરેશાનીઓ દૂર થશે. નવા લોકો સાથે મુલાકાત થશે. અડચણો દૂર થશે. 

મકર

દિવસ સાવધાનીભર્યો રહેશે. કેટલાક લોકો સ્વાર્થ માટે મુશ્કેલીઓ ઊભી કરશે. સાવધાન રહો. મનમાં ઉથલપાથલ થઈ શકે છે. જૂની વાતોમાં અટવાયેલા રહેશો. કોઈ સમસ્યાનું હાથોહાથ સમાધાન નહીં થાય. ખાસ કામ અધૂરા રહેશે. નવા કરાર ન કરો. 

કુંભ

ઓફિસમાં પોતાની જાત પર નિયંત્રણ રાખો. પદલાભના યોગ છે. કાર્યક્ષેત્રની પરેશાનીઓ દૂર થશે. યોજનાઓ સફળ થશે. આગળના કામોની યોજનાઓ બનાવશો. અટવાયેલા કામો પૂરા કરવા માટે સારો દિવસ છે. યોગ્યતા અને અનુભવથી કામ કરશો.

મીન

બિઝનેસમાં કઈંક નવું કરવાના ચક્કરમાં પરેશાનીઓ વધશે. મનમાં જે ઉથલપાથલ ચાલે છે તેના કારણે કામમાં મન નહીં લાગે. નોકરી અને ધંધામાં ઉતાવળ ન કરો. જોખમથી બચો. કોઈ કામનું પરિણામ ન મળે તો પરેશાન ન થાઓ. 

Web Title: August,12,2020 Horoscope: Find out what the stars have in store for you today