રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સમાં 13 રોકાણકારોને રસ

share-market-news-india
|

August 13, 2020, 3:10 PM


As many as 13 investors put in EoIs for acquiring Reliance Commercial Finance-RCFL (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : દેવાના સંકટમાં ફસાયેલી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (RCFL)ના સંપાદનમાં 13 વૈશ્વિક અને સ્થાનિક રોકાણકારોએ રસ દાખવ્યો છે. આ બાબત સાથે સંકળાયેલા સૂત્રોએ આ માહિતી આપી હતી.

બેંક ઓફ બરોડાના નેતૃત્વ હેઠળ લેણદારોએ બાકી દેવું વસૂલવા માટે રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ માટે બિડ મંગાવ્યા હતા. ઈન્ટરેસ્ટ લેટર ભરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ હતી.

સૂત્રોએ જણાવ્યું કે, કેપ્રી ગ્લોબલ, ઇન્ડિયા આરએફ, જેએમ ફાઇનાન્સ એઆરસી, એડલવાઈસ એઆરસી, યુવી એઆરસી, અર્ગો કેપિટલ, એઆરસીઆઈએલ, ઓથેમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રા લિમિટેડ, એસેટ્સ કેર અને રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઇઝ, સીએફએમ એઆરસી, ઇન્વેસ્ટમેન્ટ એઆરસી, રેર એઆરસી અને ઇન્ટરનેશનલ એસેટ રિકંસ્ટ્રક્શન કંપનીએ ઈન્ટરેસ્ટ લેટર જમા કરાવ્યો છે.

કંપનીની વેબસાઇટ અનુસાર રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડનું નવું બ્રાન્ડ નામ બદલીને રિલાયન્સ મની કરવામાં આવ્યું છે. કંપનીની કુલ સંપત્તિ 11 હજાર કરોડ છે. આ કંપની રિલાયન્સ કેપિટલની 100 ટકા પેટાકંપની છે. સૂચના મુજબ RCFLની બોલી પ્રક્રિયામાં ડેલોઇટ સોલ્યુશન કન્સલ્ટન્ટ છે. 31 માર્ચ 2020 સુધીમાં કંપની પર કુલ બાકી રકમ રૂ.9,812.9 કરોડ હતી.

Web Title: As many as 13 investors put in EoIs for acquiring Reliance Commercial Finance-RCFL