રિલાયન્સ જિયોએ 5Gના ટેસ્ટિંગ માટે સરકાર પાસે સ્પેક્ટ્રમની માંગ કરી, આ દેશોમાં ટેકનોલોજી વેચવાની યોજના

technology-news-india
|

July 21, 2020, 10:03 PM


Reliance Jio Demands Spectrum To Testing 5G Technology (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની AGMમાં ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે જીઓએ સંપૂર્ણ રીતે સ્વદેશી 5જી સોલ્યુશન વિકસિત કર્યું છે. જેનાથી કંપની દેશમાં વિશ્વસ્તરીય 5G સર્વિસ શરૂ કરશે. જેને ધ્યાને રાખી રિલાયન્સ જિયોએ અત્યાધુનિક 5G ટેકનોલોજીના ટેસ્ટિંગને લઈને સરકાર પાસેથી કેટલીક ખાસ ફ્રિક્વન્સી ધરાવતા સ્પેક્ટ્રમની માંગણી કરી છે. જિયોનું કહેવું છે કે અમેરિકા, દક્ષિણ કોરિયા, જાપાન, કનાડા અને બ્રિટેન જેવા દેશોમાં હાઈ ફ્રિક્વેંસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં જ અમેરિકી કંપની ક્વાલકોમ વેંચર્સે રિલાયન્સ જીઓ પ્લેટફોર્મ્સમાં રૂ.730 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે, જેનાથી જીઓ પ્લેટફોર્મ્સને 5G પ્લાન પર આગળ વધવામાં ગણી મદદ મળશે, કારણ કે આ કંપની પાસે 5જી ટેકનોલોજી સાથે જોડાયેલી વિશેષતાઓ છે.

કંપનીની સંપૂર્ણ માલિકીની યુએસ પેટાકંપની રેડિસિસે વિદેશી કંપનીઓને 5G સોલ્યુશન્સ વેચવાનું શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ રિલાયન્સ જીઓએ દિલ્હી અને મુંબઈમાં 5Gનું ટ્રાયલ કરવા જિઓએ 17 જુલાઈએ દિલ્હી અને મુંબઇમાં 5G ટ્રાયલ માટે સ્પેક્ટ્રમ માટે DoTને વિનંતી કરી હતી.

કંપનીએ 26 ગીગાહર્ટઝ અને 24 ગીગાહર્ટ્ઝ બેન્ડમાં 800 મેગાહર્ટઝની આવર્તન અને 3.5 ગીગાહર્ટઝ બેન્ડમાં 100 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમની માંગ કરી છે. અંબાણીએ AGMcex વધુમાં જણાવ્યું હતું કે તેનાથી આપણે ભારતમાં વર્લ્ડક્લાસ 5જી સર્વિસ શરૂ કરી શકીએ. સ્પેક્ટ્રમ ઉપલબ્ધ થશે તરત આ મેડ ઈન ઈંડિયા 5જી સમાધાન ટ્રાયલ માટે તૈયાર હશે અને આવતા વર્ષે માર્કેટમાં ઉતારીશું.

કંપની ઈચ્છે કે ભારતને પણ આત્મનિર્ભર બનાવવા માટે આ બેન્ડોમાં ટ્રાયલ શરૂ કરવામાં આવે. સરકાર સૂચન અને ટ્રાયલ માટે તૈયાર રહે. પહેલાથી જ કેટલાક ટ્રાયલ ચાલી રહ્યા છે. જીઓએ 26.5-29.3 ગીગાહર્ટ્સ અને 24.25-27.5 ગીગાહર્ટ્સ બેંન્ડ ફ્રિક્વેન્સીની વચ્ચે સ્પ્રેક્ટમની માગ કરી છે. આ હાઈ ફ્રિક્વેન્સી સ્પ્રેક્ટ્રમની હરાજી આવતા વર્ષે થવાની સંભાવના છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા આંતરરાષ્ટ્રીય ટેલીકોમ્યુનિકેશન યુનિયને ગયા વર્ષે નવેમ્બરમાં 26 ગીગાહર્ટ્સને 5જી સ્ટાન્ડર્ડ માટે મંજૂરી આપી હતી. જ્યારે બીજા બેન્ડ માટે હજુ ફાઈનલ નથી.

Web Title: Reliance Jio Demands Spectrum To Testing 5G Technology