રિલાયન્સ-HDFC બેંકના જોરે સેન્સેકસમાં 550 અંકોનો હાઈજમ્પ, નિફટી 10,900ને પાર બંધ

share-market-news-india
|

July 17, 2020, 5:55 PM

| updated

July 17, 2020, 5:58 PM


Sensex Nifty Gain 1-1% on Banks and Pharma Push; OMC Under Pressure.PNG

vyaapaarsamachar.com

અમદાવાદ : એશિયાઈ દેશોની મજબૂતી અને SGX નિફટીના સહારે આજે ભારતીય બેંચમાર્ક ઈન્ડાયસિસ અડધા ટકાના ઉછાળે ખુલ્યા હતા અને આઈટી શેરોમાં પ્રોફિટબુકિંગને પગલે સવારના સેશનમાં દબાણ જોવા મળ્યું અને અંતિમ સત્રમાં રિલાયન્સે બાજી સંભાળ્યા બાદ બેંકોએ પણ જોશ ભરતા બજારમાં રંગેચંગે તેજી જોવા મળી હતી.

એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસ 548 અંકોના હાઈજમ્પ સાથે 37,020ના લેવલે બંધ આવ્યો હતો તો એનએસઈ ઈન્ડેકસ 161 અંક ઉછળીને 10,901ના લેવલે ક્લોઝ આવ્યા છે. ઈન્ટ્રાડ હાઈથી બંને ઈન્ડેકસ 0.30% સુધી ઘટીને બંધ આવ્યા છે.

આજની સમગ્ર તેજી રિલાયન્સ અને HDFC બેંકની ચાલને આભારી છે. સેન્સેકસની તેજીમાં યોગદાન 202 અંકોનો હતો, જ્યારે HDFC બેંકે 145 અંકોની તેજી પ્રદાન કરી હતી. ICICI બેંક પણ 3% ઉછળીને 55 અંકનું યોગદાન આપીને બંધ આવ્યો હતો.

બ્રોડર માર્કેટમાં આજે પણ તેજીનો ચમકારો હતો. 1641 શેર વધીને તો 1007 શેર ઘટીને બંધ આવ્યા છે. 286 શેરમાં અપર તો 258 શેરમાં લોઅર સર્કિટ લાગી છે.

Web Title: Reliance HDFC Lead Market Rally, Sensex Jumps 550 Pts; Nifty Ends Above 10,900