રેલવેની નૂરભાડાંની કમાણી ઓક્ટોબરમાં 11 ટકા વધી

india-news
|

October 17, 2020, 7:30 PM


Earnings from rail freight rose 11 percent in October.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: ઓક્ટોબરમાં માલવહનથી રેલવેની આવક 4,124 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ વાર્ષિક આધારે 11 ટકા વધુ છે. 13 ઓક્ટોબર સુધીના આંકડા પર નજર કરીએ તો, આ દરમિયાન વોલ્યુમ પણ 18 ટકા વધીને 43.46 મેટ્રીક ટન થઈ ગયું છે. આમાં અનાજ, કોલસા, સ્ટીલ, સીમેન્ટ અને અન્ય ચીજો સામેલ છે.

સરકારી ડેટા અનુસાર, રેલ નૂરમાં સીમેન્ટ અને કોલ સેગમેન્ટની ભાગીદારી 50 ટકાથી વધુ છે. 13 ઓક્ટોબર સુધી રેલવેએ 19.13 મેટ્રીક ટન કોલસાનું વહન કર્યું, જે ગત વર્ષના 17.20 મેટ્રીક ટન રહ્યું હતું. સપ્ટેમ્બરમાં સીમેન્ટ વહનનું વોલ્યૂમ 4.36 મેટ્રીક ટનનું રહ્યું, જે ગત વર્ષની સમાન અવધિમાં 3.28 મેટ્રીક ટન રહ્યું હતું.

ઓક્ટોબરમાં 126 ઓટો મોબાઈલ રેન્કોનું વહન થયું, જે પાછલા વર્ષના સમાન સમયગાળામાં 74 રેન્ક રહ્યું હતું. રેલવે મંત્રાલય અનુસાર, ઓક્ટોબરમાં પ્રતિ દિન સરેરાશ 53,774 ડબ્બાનું લોડિંગ થયું છે. ડેટા અનુસાર, કોરોના વચ્ચે માલ વહન અને તેનાથી થનાર કમાણીમાં વૃદ્ધિ ઓગસ્ટ મહિનાથી જોવા મળી રહી છે.

આ અગાઉ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં  કોરોના મહામારીને કારણે માલ વહન અને તેનાથી થનાર કમાણીમાં ઘટાડો નોંધાયો હતો. ડેટા મુજબ, વાર્ષિક આધારે એપ્રીલ-સપ્ટેમ્બર દરમિયાન રેલ નૂર 9 ટકા ઘટીને 533 મેટ્રીક ટન થઈ ગયું હતું. આનાથી થનાર કમાણી પણ 17 ટકા ઘટીને 50,185 કરોડ રૂપિયાના સ્તરે આવી ગઈ હતી.

રેલ્વે નૂર એક મોટું આર્થિક પરિમાણ માનવામાં આવે છે. કારણ કે તે આર્થિક પ્રવૃત્તિની વાસ્તવિક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે. સરકારે ઓક્ટોબરની શરૂઆતમાં કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિનામાં આર્થિક સુધારામાં વેગ આવ્યો છે. તે જ રીતે, નાણાં મંત્રાલયનું કહેવું છે કે આત્મનિર્ભર પેકેજો જારી કરવા અને અનલોક હેઠળ મળતી રાહતોને કારણે અર્થવ્યવસ્થાને ગતિ મળી છે.

Web Title: Earnings from rail freight rose 11% in October