રેલવેમાં પણ આવશે એરપોર્ટ જેવી સુવિધા, QR કોડ બનશે જરૂરી

auto-news-india
|

July 24, 2020, 8:50 PM


Indian Railways QR Code For Booking Tickets Introduced (1).jpg

www.vyaapaarsamachar.com

 • એરપોર્ટ જેમ QR કોડ જેવા સંપર્ક વિનાની ટિકિટ આપવાની યોજના
 • સ્ટેશનો અને ટ્રેનો પર મોબાઇલ ફોનથી ટિકિટ સ્કેન કરી શકાશે
 • કાઉન્ટરો પરથી ટિકિટ ખરીદનારાઓ માટે ક્યૂઆર કોડની વ્યવસ્થા
 • ટિકિટ ચકાસણી પ્રક્રિયા સંપૂર્ણપણે સંપર્કવિહીન રહેશે

નવી દિલ્હી : કોરોના સંકટને ધ્યાને રાખી ભારતીય રેલવેએ IRCTCની વેબસાઈટમાં ફેરફાર કર્યા છે. ઓગસ્ટથી AIનો ઉપયોગ કરી IRCTCની ટિકિટ બુકિંગ કરવા વેબસાઈટમાં ફેરફાર કરાયો છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવ ઓનલાઈન કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, મુસાફરોને વધારે સારી સુવિધા મળશે. મુસાફરોને ટ્રેન અંગેની માહિતી મળશે.

ક્યૂઆર કોર્ડ સાથે મેન ટચ ફ્રી ટિકિટ આપવાની યોજના

 • હવે રેલવે એરપોટની જેમ રેલવેમાં ક્યૂઆર કોર્ડ સાથે મેન ટચ ફ્રી ટિકિટ આપવાની યોજના બનાવી રહી છે.
 • ક્યૂઆર કોડની યુઆરએલ એસએમએસ દ્વારા મુસાફરના મોબાઈલમાં મોકલવામાં આવશે. જેનાથી તે મુસાફરી કરી શકશે. જે કોડ મોબાઈલથી ટીટીઈ સ્કેન કરશે.
 • ક્યૂઆર કોડ સ્કેનરને ફ્રી એપ  ગૂગલ પ્લે સ્ટોર અથવા આઈઓએસ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે.તેને સ્કેન કરતાની સાથે પીએનઆરની તમામ ડિટેઈલ ટીટીઈના ફોનમાં આવી જાય છે.

હાલમાં કોરોનાને કારણે 230 ટ્રેનો ચાલી રહી છે

 • ભારતીય રેલવેને આધુનિક અને ડીજીટલ સ્વરૂપ આપવા માટે રેલ્વે બોર્ડે મલ્ટીફંકશનલ કાર્ય પ્રણાલી તૈયાર કરી છે.
 • સેટેલાઈટ દ્વારા ટ્રેન પર નજર રાખવાની સાથે QR કોડ દ્વારા મુસાફરોની ટીકીટ ચેક કરાશે. ફંડ અને મેનેજમેન્ટનું કામ ડીજીટલ થશે. ડીસેમ્બર 2021 સુધી તમામ ટ્રેન GPSથી સજજ થઈ જશે.
 • યાદવે જણાવ્યું હતું કે હાલમાં કોરોનાને કારણે 230 ટ્રેનો ચાલી રહી છે તેટલી જ દોડશે. નવી ટ્રેનો નહીં દોડે.
 • મોટાભાગની ટિકિટ કન્ફર્મ હોય છે, 58 ટ્રેનમાં વેટિંગ ટિકિટનો સવાલ છે, જેમાં પણ 3-4 દિવસમાં તેની ટિકીટ પણ કન્ફોર્મ મળી રહી છે. રેલવે ચોક્કસ રુટ પર વધારે દોડસે અને જ્યારે વધારે વેટિંગ લિસ્ટ 10-15 દિવસમાટે જોવા મળશે.
 • યાદવે ભારતીય રેલવેની ડીજીટલ વ્યવસ્થા, અંગે વાત કરતાં જણાવ્યું હતું કે રેલવેમાં મુસાફર સેવાઓ માલ વહન, સહીત સંચાલનનાં કામોને ડીજીટલ રૂપ આપવામાં આવી રહ્યું છે.

QR કોડને ટ્રેનોમાં મોબાઇલ ફોન દ્વારા સ્કેન કરી શકાય

 • રેલવેએ થોડાક સમયમાં ડિજિટલ શરુઆત કરી છે. જેમાં ક્યૂઆર આધારિત ટિકિટ, ઈ-ફાઇલિંગ સિસ્ટમ વગેરે.
 • ભારતીય રેલવે ક્યૂઆર કોડ સાથે કોન્ટેક્ટ ફ્રી ટિકિટ આપવાની યોજના બનાવી રહી છે. જેને સ્ટેશનો અને ટ્રેનોમાં મોબાઇલ ફોન દ્વારા સ્કેન કરી શકાય છે.
 • રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવે જણાવ્યું હતું કે, હાલમાં 85 ટકા ટ્રેન ટિકિટ  ઓનલાઈન બુક થઈ છે.
 • તેમજ જે લોકો ફિઝિકલી સ્ટેશન પરથી ટિકિટ ખરીદે છે તેમાં પણ ક્યૂઆર કોર્ડ હોય છે. જેથી તેને સ્કેન કરી શકાશે.

સેટેલાઈટ દ્વારા ટ્રેનનું ચેકીંગ

 • સેટેલાઈટ દ્વારા ટ્રેનનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. 2700 વિદ્યુત અને 3800 ડીઝલ એન્જીનોમાં જીપીએસ લગાવવામાં આવ્યું છે.
 • ડીસેમ્બર 2021 સુધીમાં બાકી છ હજાર એન્જીનોમાં પણ જીપીએસ લગાવવામાં આવશે. જેનાં માટે ઈસરોનાં બે સેટેલાઈટની મદદ લેવામાં આવી રહી છે.
 • ઓનલાઈન ટીકીટની સાથે ટીકીટ બારીએથી લેવાયેલી પ્રિન્ટેડ ટીકીટ પણ QR કોડવાળી હશે.આવી ટીકીટ ખરીદતા જ મોબાઈલમાં SMS આવશે, જેના પર એક લીંક અપાઈ હશે.

Web Title: Indian Railways QR Code For Booking Tickets Introduced