રોગપ્રતિકારક શક્તિ વધારનાર ઉકાળાની પણ છે આ સાઇડ ઈફેક્ટ્સ
health-news-india
|
September 02, 2020, 4:30 PM
| updated
September 02, 2020, 4:32 PM

કોરોના વાયરસની મહામારી વિશ્વમાં ફેલાઇ છે ત્યારે દેશ વિદેશના વૈજ્ઞાનિકો પણ આ વાયરસની રશી શોધવામાં લાગ્યા છે. ત્યારે એક શબ્દ પર બધા ફોકસ કરવાનું કહી રહ્યાં છે. જે છે, આપણા શરીરની ઇમ્યુનિટી વધારવી.
કોરોના વાયરસને કારણે શરૂઆતથી જ હેલ્થ એક્સપર્ટ લોકોને ઇમ્યૂનિટી વધારવા માટે ઉકાળો પીવાની સલાહ આપી રહ્યા છે. કેટલાક લોકોએ પોતાના ડાયેટમાં ઉકાળાને નિયમિત રીતે સામેલ પણ કરી લીધું છે.
ઉકાળો ઇમ્યૂનિટી બૂસ્ટ કરીને ફ્લૂ અથવા ઇન્ફેક્શનથી લડનાર ટી-સેલ્સ જનરેટ કરે છે. જો કે ઉકાળો પીવાના કેટલાક મોટા નુકશાન પણ હોય છે, તેના વિશે કદાચ જ તમે જાણતાં હશો. ડૉક્ટર્સનું કહેવું છે કે ઉકાળા પીતાં લોકો જો કેટલીક ખાસ બાબતોનું ધ્યાન ન રાખે તો તે સ્વાસ્થ્યને નુકશાન પણ પહોંચાડી શકે છે.
એટલે જ તમે જ્યારે પણ ઉકાળો બનાવો છો, ત્યારે કયા કયા પ્રમાણમાં શું શું લેવુ જોઇએ, તેમાં સંતુલન રાખવુ જોઇએ. જો ઉકાળો પીવાથી તમને કોઇ પ્રોબલેમ થઇ રહી છે. તો તેમાં તજ, બ્લેક પેપર, અશ્વ ગંધ અને સુંઠનું પ્રમાણ ઓછું જ રાખવુ.
શરદીની જેને પ્રોબ્લેમ હોય તેવા લોકોને વધુ ફાયદાકારક હોય છે. તેમાં ઘણા લોકોને સતર્કતા રાખવી પડે છે, જેથી જો કોઇને પિત્તની તકલીફ હોય તો તેને વધુ સાવચેતી રાખવી પડી છે. જો તમે રેગ્યુલર આ ઉકાળાનો ઉપયોગ ન કરતાં હોય તો ઓછા પ્રમાણમાં જ લેવુ યોગ્ય રહેશે.
Web Title: coronavirus immunity booster kadha side effects