રોસારી બાયોટેકની બ્લોકબસ્ટર લિસ્ટિંગ, 65%નું શાનદાર વળતર

share-market-news-india
|

July 23, 2020, 12:58 PM

| updated

July 23, 2020, 1:00 PM


Rossari Biotech Blockbuster Listing.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : SBI કાર્ડના ઈશ્યુ બાદ આવેલ પ્રથમ આઈપીઓ રોસારી બાયોટેકે આજે શેરબજારમાં ધમાકેદાર શરૂઆત કરી છે. બીએસઈ ખાતે રોસારી બાયોટેકનો શેર રૂ. 670 પર લિસ્ટ થયો છે.

રૂ. 425 પર ઈશ્યુ થયેલ રોસારી બાયોટેકનો શેર આજે 65%ના બ્લોકબસ્ટર પ્રીમિયમ સાથે રૂ. 670 પર લિસ્ટ થઈને ઈન્ટ્રાડેમાં રૂ. 699 સુધી ઉંચકાયો હતો.

13 જુલાઈથી 15મી જુલાઈ વચ્ચે ખુલેલ રોસારી બાયોટેકના આઈપીઓમાં રોકાણકારોને રૂ. 425ના ભાવે શેર ઈશ્યુ કરવામાં આવ્યા હતા. રૂ. 496 કરોડનો કેમિકલ કંપનીઓનો આઈપીઓ 79.37 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.

કેટેગરી મુજબ જોઈએ તો QIB સેક્શનનું ભરણું 85.26 ગણું, NII કેટેગરી 239.83 ગણી અને રીટેલ કેટેગરી 7.23% ગણો ભરાયો હતો.

માર્ચમાં આવેલ SBI કાર્ડના આઈપીઓ બાદ આજે લિસ્ટ થયેલ રોસારી બાયોટેકના આઈપીઓને એક્સિસ કેપિટલ અને ICICI સિક્યોરિટીએ મેનેજ કર્યો હતો.

હોમ અને પર્સનલ કેર, પરફોર્મન્સ કેમિકલ, ટેક્સટાઈલ કેમિકલ અને એનિમલ હેલ્થ અને એન્ડ ન્યુટ્રીશિયન પ્રોડક્ટસ બનાવતી સ્પેશ્યાલિટી કેમિકલ સેક્ટરની દહેજમાં પ્લાન્ટ ધરાવતી રોસારી બાયોટેકે આજે શાનદાર વળતર આપીને સૌને ચોંકાવી દીધા હતા.

Web Title: Rossari Biotech shares surge about 65% on market debut