લાંબા સમયથી બિમાર WWE લિજેન્ડ 'કમલા'નું નિધન

sports-news-india
|

August 10, 2020, 9:45 PM


Former WWE Wrestler James Harris ‘Kamala’ Harris Dies (1).jpg

www.vyaapaarsamachar.com

વોશિંગ્ટન : WWEમાં પોતાનું અલગ જ વર્ચસ્વ જમાવનાર જેમ્સ હૈરિસ ઉર્ફે કમલાનું નિધન થયું છે, તેઓએ 70 વર્ષની ઉંમરે વિશ્વને અલવીદા કહી દીધું છે. જેમ્સ હૈરિસ છેલ્લા ઘણા સમયથી બિમારી સામે ઝઝુમી રહ્યા હતા.  ડબલ્યુડબલ્યુઈ દ્વારા સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરવામાં આવી છે અને કમલાના મૃત્યુ અંગે દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે.

હૈરિસની હલ્ક હોગન, ધ અંડરટેકર જેવા દિગ્ગજ સાથે ફાઈટ

  • રેસલર જેમ્સ હૈરિસ ઉર્ફે કમલા એક એવા રેસલર હતા જેમણે WWEમાં પોતાનું અલગ સ્થાન હાંસલ કર્યું હતું. તેઓ ચહેરા પર ચિતરામણ કરીને રિંગમાં ઉતરતા હતા અને વિરોધીઓ સામે લડતા હતા.
  • પોતાની રેસલિંગ કરિયર દરમિયાન કમલાએ દિગ્ગજ હલ્ક હોગન, ધ અંડરટેકર અને આંદ્રે ધ જાયન્ટ સાથે ફાઈટ કરી હતી.
  • જેમ્સ હૈરિસ ઉર્ફે કમલા 2006ના વર્ષ સુધી વર્લ્ડ ક્લાસ ચેમ્પિયનશિપ રેસલિંગમાં પોતાની ભાગીદારી આપતા રહ્યા હતા.

કમલા 80ના દશકાના સુપરસ્ટાર

  • કમલા 80ના દશકાના સુપરસ્ટાર રહી ચુક્યા છે અને 1992-93 સુધી રેસલિંગમાં તેમનું વર્ચસ્વ રહ્યું હતું. પોતાની રેસલિંગ કરિયર દરમિયાન કમલા 400થી વધારે મેચ રમ્યા હતા.
  • સોશિયલ મીડિયામાં જેમ્સ હૈરિસનું મૃત્યુ ચર્ચિત બન્યું છે. લોકો WWE લિજેન્ડને શ્રદ્ધાંજલિ આપવા સાથે ટ્વિટ કરીને પોતાની લાગણી રજૂ કરી રહ્યા છે.
  • કમલા WWEના સૌથી મોટા સ્ટાર પૈકીના એક રહી ચુક્યા છે. આ મહાન દિગ્ગજે અનેક વર્ષો સુધી WWEમાં કામ કર્યું હતું તથા અનેક મેચ રમ્યા હતા.
  • તેમના અવસાનના કારણે WWE જગતમાં શોક વ્યાપ્યો છે. જાણવા મળ્યા મુજબ તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર રહેતા હતા.

Web Title: Former WWE Wrestler James Harris ‘Kamala’ Harris Dies