લિથિયમ આયન બેટરી ભૂતકાળ થઇ જશે 

technology-news-india
|

August 03, 2020, 3:22 PM


Japan's battery startups take the world beyond lithium ion.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : સામાન્ય રીતે વિશ્વમાં લિથિયમ આયન બેટરી જ વપરાતી રહી છે.જોકે હવે તેનું સ્થાન અન્ય બેટરીઓ લેવા તૈયાર થઇ રહી છે. ડ્રોનથી માંડીને ઇલેક્ટ્રિક કાર્સ સુધી બેટરીઓનો વપરાશ ઘણો વધુ છે.   સ્માર્ટફોનથી લઈને ડ્રોનથી લઈને ઇલેક્ટ્રિક કાર સુધીની, ઉર્જાનો વર્તમાન સ્રોત એ લિથિયમ-આયન બેટરી છે પરંતુ જાપાનનું એક સ્ટાર્ટઅપ તેનાથી પણ વધુ શક્તિ ધરાવતી બેટરી બનાવી રહ્યું છે.

જાપાનની ટોક્યો મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાંથી થ્રીડોમ નામનું સ્ટાર્ટઅપ ઉદ્ભવ પામ્યું છે. શરૂઆતમાં યુનિવર્સિટીના પ્રોફેસર ક્યોશી કાનામુરા થ્રીડોમના લોન એન્જિનિયર હતા. જોકે પાછળથી તેમાં પેનાસોનિકની ટિમ જોડાઈ હતી. હવે આ સ્ટાર્ટઅપમાં 70થી વધુ ઇજનેરો કામ કરી રહ્યા છે. આ સ્ટાર્ટઅપ લિથિયમ-મેટલ પર કામ કરી રહ્યું છે.

3Dom 2022 સુધીમાં લિથિયમ-મેટલ બેટરીને બજારમાં મુકવાનું લક્ષ્ય ધરાવે છે. સ્ટાર્ટઅપનાં જણાવ્યાં અનુસાર તેની બેટરી સમાન વજનના લિ-આયન પાવર સ્રોત કરતા બમણી ઉર્જાનું ઉત્પાદન કરી શકે છે. આ ઉપરાંત  બેટરી ઇલેક્ટ્રિક વાહનના પ્રતિ-ચાર્જ માઇલેજને મોટા પ્રમાણમાં લંબાવી શકે છે.હાલમાં મોટાભાગના લિથિયમ આયન બેટરીઓના નેગેટિવ ઇલેક્ટ્રોડ માટે કાર્બન મટિરિયલ્સ ઉપયોગમાં લેવાય છે, થ્રીડોમ લિથિયમ ધાતુનો ઉપયોગ કરે છે.


 

Web Title: Japan’s battery startups take the world beyond lithium ion