લેબર મિનિસ્ટ્રીનો  દૈનિક કામકાજનો સમય વધારીને 12 કલાક કરવા પ્રસ્તાવ 

india-news
|

November 22, 2020, 3:00 PM


Labour Ministry proposes 12 working hours, higher than 8 hoursday in OSH Code passed by Parliament.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : દૈનિક કામના કલાકો 12 કરવા અંગે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. અત્યારે કામના દૈનિક કલાકો આઠ ગણાય છે. કેન્દ્રિય શ્રમ મંત્રાલયે આ અંગેનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જે અંગે કેબિનેટ વિચારણા કરશે. પ્રસ્તાવ એવો છે કે કર્મચારીઓના કામના કલાકો 12 થશે, જ્યારે શ્રમિકોના આઠ કલાક પછીના સમયને ઓવરટાઈમ ગણવામાં આવશે. એ અંગે સ્પષ્ટ નિયમો જોકે સમય જતાં બનશે.

ભારતમાં અઠવાડિયે 48 કલાક કામ કરવાનો ધારો છે. આ પ્રસ્તાવ પછી પણ કામના અઠવાડિક કલાકો તો 48 જ રહેશે. એટલે કે અત્યારે સપ્તાહમાં 6 દિવસ કામના (સિક્સ ડે વીક) હોય છે, તેના બદલે પાંચ જ દિવસ કામના (ફાઈવ ડે વીક) ગણાશે. આ પ્રસ્તાવ પર્યાવરણ અને ગ્લોબલ વૉર્મિંગને ધ્યાને રાખીને વિચારાયો છે.

કર્મચારી ઘરેથી ઓફિસ જાય એ દરમિયાન પરિવહન સહિતના અનેક તબક્કે ઊર્જાનો વપરાશ કરતો હોય છે. સવારે જઈને સાંજે પરત આવવાનું જ છે, એટલે જો ચાર કલાક વધારી દેવાય તો પરિવહનમાં મોટો ઘટાડો થાય. બીજી તરફ એ હકીકત છે કે હવા પ્રદૂષણમાં સૌથી મોટો ફાળો વાહનોનો જ છે. ફાઈવ ડે વીક થવાથી ઓફિસોને પણ સપ્તાહમાં બે દિવસ બંધ રાખી ઊર્જા-વીજળી બચાવી શકાય.

એ સિવાય ઘણા ખર્ચમાં કાપ મુકી શકાય. માટે અનેક દેશો આ સિસ્ટમ અપનાવે છે.  12 કલાક કરવામાં આવે તો પણ પાંચ કલાકથી વધારે સમય સળંગ કામ નહીં કરાવી શકાય. એટલે એ પ્રમાણે વચ્ચે રિશેષ-બ્રેકનો ઉમેરો કરવાનો રહેશે. આ પ્રસ્તાવ વિચારણાના તબક્કામાં છે અને સરકાર સંકળાયેલા તમામ પક્ષકારો પાસેથી આ અંગે સૂચનો પણ મંગાવી રહી છે.

Web Title: Labour Ministry proposes 12 working hours, higher than 8 hours/day in OSH Code passed by Parliament