લેભાગુઓના કારણે સમગ્ર દેશના નિકાસકારોને તકલીફ: કેન્દ્રના નવા નિયમથી નિકાસ ઉપર જોખમ

msmes
|

July 24, 2020, 6:48 PM

| updated

July 24, 2020, 6:48 PM


Indian Exporters hit by new tax regulations, difficult to doing business.jpg

અમદાવાદઃ દેશનું અર્થતંત્ર લોકડાઉનમાંથી બહાર આવી રહ્યું છે ત્યારે જ કેન્દ્ર સરકારે કેટલાક લેભાગુ નિકાસકરો માટે બનાવેલા નિયમોની અસર હવે પ્રમાણિક નિકાસકારો ઉપર પણ પડી રહી હોવાની ફરિયાદ ઉભી થઇ છે. કેટલાક લોકો ધંધો બંધ કરવાનું વિચારી રહ્યા છે.

ભારતમાં લગભગ ૧,૪૨,૦૦૦ નિકાસકારો નોંધાયેલા છે તેમાંથી ૧૩૭૭ની સરકારે ઓળખ કરી છે કે જેમણે બોગસ ઇન્વોઇસના આધારે નિકાસ કરી હોવાનું જાહેર કરી જીએસટીમાં કરની રીબેટ મેળવી છે. આ ગેરરીતીની રકમ લગભગ રૂ.૧૮૭૫ કરોડ જેટલી આકવામાં આવી છે.

આવા બોગસ ઇન્વોઇસ વાળા નિકાસકારો ઉપર કેન્દ્ર સરકારે હવે રિસ્કી કે જોખમી હોવાનું ટેગ માર્યું છે અને તેમને નિકાસના વેચાણના પુરાવા હોય તો જ ટેક્સના રીફંડ આપવામાં આવશે એવી જાહેરાત કેન્દ્ર સરકારે નિયમો બદલી કરી છે. ફેડરેશન ઓફ ઇન્ડીયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફિયો) જે કેન્દ્ર સરકારના વાણીજ્ય મંત્રાલય હેઠળ કાર્ય કરે છે તે જણાવે છે કે સરકારના નિયમો બદલાતા પ્રમાણિક નિકાસકારોને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમની પાસેથી અલગ અલગ ૧૫૦૦ પ્રકારના દસ્તાવેજો માંગવામાં આવી રહ્યા છે. ફિયોની એવી પણ ફરિયાદ છે કે આ નિકાસકારોને રિસ્કી હોવાનું ટેગ કોઇપણ પ્રકારની નોટીસ કે તેમના જવાબ મેળવ્યા વગર જ મારી દેવામાં આવ્યું છે.

લોકડાઉન બાદ અનલોકની પ્ર્કારીયા ચાલુ છે ત્યારે દરેક દસ્તાવેજો મેળવવાનું મુશ્કેલ છે અને તેના કારણે વધુને વધુ વિલંબ થઇ રહ્યો છે.

ફિયો જણાવે છે કે આ વિલંબના કારણે જાન્યુઆરીથી દર મહીને દેશની નિકાસમાં વોલ્યુમ ૨ થી ૩ ટકા ઘટી રહ્યું છે. કેન્દ્ર સરકારના આંકડા અનુસાર એપ્રિલથી જુન દરમિયાન ભારતની નિકાસ ૩૬.૭૧ ટકા ઘટી ૫૧.૩૨ અબજ ડોલર રહી છે. આ ઘટાડામાં જોકે, લોકડાઉન, વિશ્વભરમાં કોરોના મહામારીની અસર જેવા પરીબળ પણ જવાબદાર છે.

ઉદ્યોગોની પણ ફરિયાદ છે કે દસ્તાવેજોની ચકાસણીના નામે ક્ન્સાઈનમેન્ટ ૧૫ થી ૨૦ દિવસ મોડા છોડવામાં આવે છે અને તેના કારણે નિકાસકારોને માઠી અસર પડી રહી છે.

Web Title: Indian Exporters hit by new tax regulations, difficult to doing business