લૉકડાઉનમાં મજૂર પર ભાગ્યની દેવી થઈ પ્રસન્ન થતાં બન્યો કરોડપતિ  

india-news
|

July 22, 2020, 7:15 PM


lockdown mein khuli majdoor ki kismat, labourer finds diamond worth 50 lakhs in lockdown.jpg

નવી દિલ્હી : લૉકડાઉનમાં નોકરીથી લઈને દુનિયાભરની અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે, પરંતુ લૉકડાઉન દરમિયાન મધ્યપ્રદેશના પન્નામાં મંગળવારે પરિશ્રમ કરતા એેક ખાણિયા પર ભાગ્યની દેવી પ્રસન્ન થઇ હતી અને રાતોરાત એ કરોડપતિ બની ગયો હતો. આનંદીલાલ કુશવાહા નામના ખાણિયાને હીરાની ખાણમાં ખોદકામ દરમિયાન 10.69 કેરેટનો હીરા મળ્યો હતો.

પન્ના જિલ્લા હેડક્વાર્ટર્સથી 15 કિલોમીટર દૂર આવેલા રાણીપુરની ઊથલી હીરા ખાણમાંથી મળેલો આ હીરાની આજની તારીખમાં પચાસ લાખથી એેક કરોડ રૂપિયાની કિંમત ધરાવે છે

આનંદીલાલે નિયમ મુજબ આ હીરો કાર્યાલયમાં જમા કરાવ્યો હતો. નિયમ મુજબ હવે આ હીરો લીલામ માટે મૂકાશે. લીલામમાં જે રકમ ઉપજશે એમાંથી જરૂરી કરવેરા કાપી લઇને બાકીની રકમ આનંદીલાલને મળશે. આનંદીલાલે કહ્યું કે અગાઉ મને 70 સેન્ટનો એક હીરો મળ્યો હતો. મંગળવારે મને 10.69 કેરેટનો હીરો મળ્યો હતો. એને હું મારી મહેનતનું ફળ ગણું છું.

મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં લૉકઆઉટ પ્રવર્તે છે. આમ છતાં ઘણા લોકો કોરોના સામે પૂરતી તકેદારી અને અગમચેતી રાખીને પોતાનાં કામ કરી રહ્યા છે. આનંદીલાલ કુશવાહા એવોજ એક પરશ્રમી છે. . એનો પરસેવો એને ફળ્યો છે. હીરા કાર્યાલયના અધિકારી પાંડેએ આનંદીલાલની ફરજનિષ્ઠાની પ્રશંસા કરી હતી.

Web Title: Luckily, he became a millionaire in the lockdown