લોકડાઉનથી ટેલિકોમ કંપનીઓને બેવડો માર, એપ્રિલમાં 82 લાખ ગ્રાહકો ગુમાવ્યા

share-market-news-india
|

July 25, 2020, 3:26 PM

| updated

July 25, 2020, 3:30 PM


Telecom companies lost 8.2 million mobile subscribers in April TRAI.jpg

મુંબઇઃ કોરોના વાયરસ અને લોકડાઉનની માઠી અસર ટેલિકોમ સેક્ટરમાં પણ જોવા મળી રહી છે. ટેલિકોમ રેગ્યુલેટરી TRAI દ્વારા સંપૂર્ણ લોકડાઉનના પ્રથમ મહિનાલ એપ્રિલ 2020ના મોબાઇલ સબ્સક્રાઇબર્સના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા મુજબ લોકડાઉન દરમિયાન ટેલિકોમ કંપનીઓના સબ્સક્રાઇબર્સની સંખ્યા એટલે કે મોબલાઇ નંબર યુઝર્સન સંખ્યામાં 82.31 લાખનો ઘટાડો થયો છે. બીજી શબ્દોમાં કહીયે તો એપ્રિલમાં ટેલિકોમ કંપનીઓએ આટલા ગ્રાહકો ગુમાવ્યા છે. સબ્સક્રાઇબર્સની સંખ્યામાં આ ઘટાડો શહેરી વિસ્તારો અને મેટ્રો ટેલિકોમ સર્કલમાં જોવા મળ્યો છે. આ વિસ્તારોમાં વાયરેલેસઅને વાયરલાઇન સબ્સક્રાઇબર્સની સંખ્યા નોંધપાત્ર ઘટી છે. લોકડાઉનમાં ટેલિકોમ કંપનીઓ અને સર્વિસ પ્રાવાઇડર્સને બેવડો માર પડ્યો છે. લોકડાઉનથી ગ્રાહકોની સંખ્યા ઘટી અને તેના લીધે આવક પણ ઘટવાની આશંકા છે.    

TRAI ના ડેટા દેશના તમામ 342 બ્રોડબેન્ડ, મોબાઇલઅને ટેલિકોમ ઓપરેટર્સના સબ્સક્રાઇબર્સ બેસના ધોરણે જાહેર કરાયા છે. નિયામકના આંકડા મુજબ માર્ચ 2020માં ભારતમાં ટેલિફોન નંબર સબ્સક્રાઇબર્સની સંખ્યા 117.79 કરોડ હતી જે 0.72 ટકા ઘટીને એપ્રિલ 2020ના અંતે 116.94 કરોડ થઇ છે. અબર્ન ટેલિકોન સબ્સક્રાઇબર્સની સંખ્યા પણ આ સમયગાળામાં માર્ચના 65.64 કરોડથી ઘટીને એપ્રિલમાં 64.71 કરોડ થઇ છે. જો કે ગ્રામીણ વિસ્તારમાં ટેલિકોમ કંપનીઓના ગ્રાહકો વધ્યા છે. ગ્રામિણ વિસ્તારમાં સબ્સક્રાઇબર્સ 52.15 કરોડ હતા જે એપ્રિલમાં વધીને 52.22 કરોડ થયા છે.

સમગ્ર દેશમાં ઉત્તરપ્રદેશ જ એક એવું રાજ્ય છે જ્યાં ટેલિકોમ સબ્સક્રાઇબર્સની સંખ્યા એપ્રિલમાં વધી છે. જ્યારે બાકીના રાજ્યોમાં આ સમયગાળા દરમિયાન ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.

એપ્રિલ મહિનામાં વોડાફોન આઇડિયા લિમિટેડે 45 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે, ત્યારબાદ ભારતી એરટેલ કંપનીએ 52 લાખ ગ્રાહકો ઘટ્યા છે. જો કે આ સમયગાળામાં માત્ર રિલાયન્સ જિઓએ 16 લાખ નવા ગ્રાહકો મેળવ્યા છે. ભારતના ટેલિકોમ માર્કેટમાં રિલાયન્સ જિઓનો બજાર હિસ્સો વધીને હવે 33.85 ટકા થઇ ગયો છે. જ્યારે એરટેલ અને વોડાફોન આઇડિયાની હિસ્સેદારી અનુક્રમે 28.06 ટકા અને 27.37 ટકા છે.  

Web Title: Telecom companies lost 8.2 million mobile subscribers in April 2020 : TRAI