લોકડાઉનથી બેરોજગારી વધતા આર્થિક વૃદ્ધિ ધીમી પડી 

india-news
|

August 11, 2020, 11:49 AM


rsz_unplanned_lockdowns_slow_economic_recovery_as_unemployment_rises.jpg

અમદાવાદ : એપલ અને ગુગલના તાજા આંકડા અનુસાર મે માસમાં લોકડાઉનમાંથી મુક્તિ બાદ ભારતની આર્થિક વૃદ્ધિમાં વધારો નોંધાયો છે. મેનેજર્સ સર્વેથી લઇને ઇંધણના વપરાશ સુધીમાં વૃદ્ધિ નોંધાઈ છે. ટેક્સ કલેક્શન મોડરેટ થયું  છે જયારે માર્ગ અને રેલ દ્વારા માલની આંતરરાજ્ય હેરાફેરીથી પરિવર્તન જોવા મળ્યું છે. 

ખાનગી રિસર્ચ કંપની સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયા ઇકોનોમી પ્રા.લિ.ના ડેટા જૂન અને જુલાઈમાં કેટલાક સુધારણા પછી બેરોજગારીમાં થોડો વધારો દર્શાવે છે. ભારત જે રીતે કોરોના વાયરસ સામે લડી રહ્યું છે તેનો સીધો સબંધ આર્થિક પ્રવુતિ અને બેરોજગારી સાથે જોડાયેલ છે. દેશમાં દૈનિક 50 હજાર કેસ નોંધાઈ રહ્યા છે જેને કારણે કોરોનાનો પ્રકોપ રોકવા રાજ્યોમાં ફરી લોકડાઉન કરવામાં આવી રહયું છે જેની સીધી અસર ઉદ્યોગો પર પડી છે.

ભારતીય સ્ટેટ બેંકના અર્થશાસ્ત્રી સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું કે લોકડાઉનમાંથી ભારતનું બહાર નીકળવું કેલિબ્રેટ નથી. આપણે અનિયોજિત લોકડાઉંનનો સહારો લઇ રહ્યા છીએ જે આર્થિક પ્રવુતિઓની વૃદ્ધિ પર અવરોધનું કામ કરી રહ્યું છે. અર્થવ્યસ્થા ચાર દશકામાં આ વખતે સૌથી નબળી પડી છે તેવા સંજોગોમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના અંદાજ પ્રમાણે દેશના જીડીપીમાં 4.5 ટકાના ઘટાડો સંભવિત છે. 

Web Title: Unplanned lockdowns slow economic recovery as unemployment rises