લોકડાઉનની અસર ઊંચા ભાવે સોનું વેચવાની પ્રવૃત્તિમાં ઘટાડો

commodity-news-india
|

July 30, 2020, 10:56 AM


Decrease in activity of selling gold at higher price.jpg

www.vyaapaarsamachar.com

સોનાના ઊંચા ભાવે બજારમાં પોતાના હાથ ઉપર કે ઘરમાં જે સોનું હોય તે વેચી રોકડ ઉભી કરવાની પ્રવુત્તિ દર વર્ષે જોવા મળે છે. વૈશ્વિક રીતે ૨૦૧૯ના વર્ષમાં આવી રીતે ઊંચા ભાવે ૧૩૧૧.૫ ટન સોનું બજારમાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૦ના પ્રથમ ત્રણ મહિનામાં જોકે, લોકડાઉન અને કોરોના વાયરસની અસરના કારણે સોનું વેચી રોકડ ઉભી કરવાની પ્રવુત્તિને બ્રેક લાગી હતી હતી અને તે ૪ ટકા ઘટી માત્ર ૨૮૦.૨ ટન રહી હતી. બીજા ક્વાર્ટરમાં તેના કરતા પણ વધારે તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર ૨૦૨૦ના એપ્રિલથી જુનના ગાળામાં કુલ રીસાયકલ ગોલ્ડનો પુરવઠો ૮ ટકા ઘટી ૨૮૫.૭ ટન રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે આ રીતે રીસાયકલ ગોલ્ડનો પુરવઠો વધતો હતો જેમાં આ વર્ષે બ્રેક જોવા મળી છે.

જોકે, પ્રથમ ક્વાર્ટરમાં ભારતમાં હાથ ઉપરનું સોનું વેંચી રોકડી કરવાની વૃત્તિ વધી હતી. ભારતમાં જાન્યુઆરીથી માર્ચમાં રીસાયકલ ગોલ્ડનો પુરવઠો ૧૬ ટકા વધી ૧૮.૮ ટન રહ્યો હતો. એપ્રિલથી જુનના બીજા કવાર્ટરમાં પણ તેમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં આ રીતે ૧૩.૮ ટન સોનું જ બજારમાં આવ્યું છે જે ગત વર્ષ કરતા ૮૫ ટકાનો જંગી ઘટાડો દર્શાવે છે.

જોકે, ભારતમાં એપ્રિલ અને મે મહિનામાં કડક લોકડાઉન અમલમાં હતું. દુકાનો બંધ હતી. લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ થો એટલે રોકડની જરૂર હોવા છતાં સોનું વેચવું શક્ય નહી હોવાથી આ ઘટાડો જોવા મળી રહ્યો હોવનું માનવામાં આવી રહ્યું છે.

Web Title: The effect of the lockdown is a decrease in the activity of selling gold at a higher price