લોકડાઉનમાં લોકોને સતાવી ભવિષ્યની ચિંતા, આ પેંશન સ્કીમ સાથે જોડાયા 1.03 લાખ નવા સભ્ય
July 18, 2020, 4:31 PM

નવી દિલ્હી : લોકડાઉન દરમિયાન લોકોને ભવિષ્યની ચિંતા થઈ રહી છે. આ જ કારણ છે કે, સરકારની પ્રમુખ રિટાયરમેન્ટ સેવિંગ પ્લાન રાષ્ટ્રીય પેંશન પ્રણાલી (NPS)થી એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 1.03 લાખ નવા સભ્યો જોડાયા છે. આ પ્રકારે NPSએ 30 ટકાની વૃદ્ધિ દાખલ કરી છે.
નાણા મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ સમયગાળામાં ખાનગી ક્ષેત્રમાંથી લગભગ 1.03 લાખ વ્યક્તિગત અંશધારક અને 206 કંપનીઓને NPS સાથે જોડવામાં આવ્યા છે. જેમાંથી 43 હજાર કંપનીઓને અથવા તેમના નિયોક્તાઓ થકી જોડાયેલા છે જ્યારે કે, વ્યક્તિગત તરીકે આ યોજનાથી જાડાયેલા છે. NPS માં નવા સભ્યોની સાથે જોડાવાની સાથે તેમના 18 થી 65 વર્ષના કોર્પોરેટ અંશધારકોની સંખ્યા 10.13 લાખ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, NPS હેઠળ 68 લાખથી વધારે સરકારી કર્મચારી રજિસ્ટર્ડ છે જ્યારે કે, 22.60 લાખ ખનાગી ક્ષેત્ર છે. જેમાં 7,616 કંપનીઓનુ રજિસ્ટ્રેશન છે.
આ આંકડા તે માટે પણ મુખ્ય છે કે, દેશમાં 25 માર્ચથી લગભગ બે મહિના સુધી સખત લોકડાઉન લાગુ હતુ. આ દરમિયાન ખાનગી ક્ષેત્રણાં ઘણા લોકોની છટણી થઈ ગઈ છે અથવા પગાર કાપવામાં આવ્યો છે. તેમ છતા લોકોએ ભવિષ્ય માટે બચત પર ભાર આપ્યો છે. પેંશન કોષ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (PFRDA)ના ચેરમેન સુપ્રતિમ બંદોપાદ્યાયે કહ્યુ કે, NPS કોર્પોરેટર કર્મચારીઓની વચ્ચે ઘણી સફળ છે.
બંદોપાદ્યાયે કહ્યુ કે, કોઈ વ્યક્તિના જીવનમાં નાણાકિય યોજના હંમેશા પાછળ રહે છે, પરંતુ આજે કોરોના વાયરસ મહામારીના સમયમાં આ સૌથી આગળ છે. આવા મુશ્કેલ સમય માટે લોકોમાં નાણાકિય સુરક્ષાને લઈને જાગૃતતા વધી છે. બંદોપાધ્યાયે કહ્યુ કે, મહામારી દરમિયાન લોકો અને કંપનીઓ બધાને સમજમાં આવી ગયુ છે કે, રિટાયરમેંટ યોજના માત્ર બચત અથવા ટેક્સ બચાવવા માટે જ નથી.
Web Title: 1.03 lakh new members joined the pension scheme in lockdown