લોકડાઉનમાં વર્ક ફ્રોમ હોમ પદ્ધતિના કારણે લેપટોપ તથા નોટબુકસની માંગમાં થયો વધારો

india-news
|

August 14, 2020, 10:32 AM


Laptop.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : કોવિડ-૧૯ને કારણે ભલે મોટાભાગના વેપારધંધા પર અસર પડી હોય પરંતુ લેપટોપ તથા નોટબુકસ માટેની માગમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. લોકડાઉન દરમિયાન ઓફિસો બંધ રહેતા અને સેવા ક્ષેત્રની કેટલીક કંપનીઓએ હજુપણ વર્ક ફ્રોમ હોમ પદ્ધતિ ચાલુ રાખતા લેપટોપ તથા નોટબુકસ માટેની માગમાં વૃદ્ધિ જોવા મળી છે.

કર્મચારીઓ પણ પોતાના વ્યક્તિગત સાધનો મારફત જ કામ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. સામાન્ય સંજોગોમાં નોટબુકસ તથા લેપટોપ્સની જેટલી માગ જોવા નથી મળતી તેનાથી વધુ હાલમાં જોવા મળી રહી છે.

દેશમાં હાજરી ધરાવતી મોટાભાગની બ્રાન્ડસના  નોટબુકસની માગમાં જંગી વધારો થયો છે. વધેલી માગને કંપનીઓ પહોંચી વળી શકતી નથી એમ  ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યું હતું.

દેશના દરેક વિસ્તારોમાંથી આ સાધનો માટેની પૂછપરછ વધી રહી છે. વર્તમાન નાણાં વર્ષના જુન ત્રિમાસિક ગાળામાં લોકડાઉન અને નબળા ઉપભોગ માનસ છતાં, નોટબુકસની આયાતમાં ૧૭.૬૦ ટકા વધારો થયો છે. એન્ટરપ્રાઈઝ નોટબુકસ જે હેવી ઓફિસ વર્કમાં કામ આવે છે તેની આયાત ૧૦૫ ટકા વધી છે. 

મોટાભાગના ડીલરો પાસે હાલમાં ઈન્વેન્ટરી સમાપ્ત થઈ ગયાનું પણ જણાવાયું હતું. 

ઓગસ્ટમાં પણ માગનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. તાજેતરમાં ઈ-કોમર્સના યોજાઈ ગયેલા સેલમાં લેપટોપ્સની માગ સૌથી ટોચ પર જોવા મળી હતી.

જો કે અન્ય એક અહેવાલ પ્રમાણે જુન ત્રિમાસિકમાં પરસનલ કમ્પ્યુટર્સની માગમાં  વાર્ષિક ધોરણે ઘટાડો  જોવા મળ્યો હતો. 

Web Title: Work from home leads to spike in demand for laptop, notebooks