લોકડાઉન ઈફેક્ટ:મકાનોનું વેચાણ દાયકાના તળિયે,અમદાવાદમાં માત્ર 252 સોદા

gujarat-samachar-news
|

July 18, 2020, 8:55 AM

| updated

July 18, 2020, 9:19 AM


Lockdown Baldy Hits Real Estate Market; House Sales at Decade Low; A’had Sold only 252 House.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : કોરોના મહામારીમાં વાયરસનો વ્યાપ વધતો અટકાવવા માટે દેશભરમાં લાદવામાં આવેલા ૫૭ દિવસના લોકડાઉનના કારણે, ઘટી ગયેલી બિઝનેસ પ્રવૃત્તિ વચ્ચે દેશના ટોચના આઠ શહેરોમાં રીઅલ એસ્ટેટ બિઝનેસને મોટો ફટકો પડ્યો છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૦ના પ્રથમ છ મહિનામાં દેશમાં મકાનોનું વેચાણ એક દાયકામાં સૌથી નબળું નોંધાયું છે. અગ્રણી રિઅલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કંપની નાઈટ ફ્રેન્ક ઇન્ડિયાએ ભારતના મુખ્ય શહેરોમાં રિયાલ્ટી સેક્ટરની સ્થિતિ અંગેનો અર્ધવાર્ષિક ગાળાનો એક રિપોર્ટ બનાવ્યો છે. આ રિપોર્ટ મુજબ એપ્રિલથી જુન દરમિયાન અમદાવાદમાં માત્ર 252 ઘર વેચાયા છે.

એક દાયકાનું સૌથી ખરાબ વેચાણ :

રીઅલ એસ્ટેટ કન્સલ્ટન્ટ અને પ્રોપર્ટી એડવાઈઝર નાઈટ ફ્રાંકના અહેવાલ અનુસાર આ આઠ શહેરોમાં, વર્ષના પ્રથમ છ મહિનામાં મકાનોનું વેચાણ ૫૪ ટકા ઘટી માત્ર ૫૯,૫૩૮ યુનિટ નોંધાયું છે. આની સાથે રેસિડેન્શિયલ મકાનો માટેના નવા પ્રોજેક્ટની સંખ્યા ગત વર્ષ કરતા ૪૬ ટકા ઘટી ૬૦,૪૮૯ યુનિટ નોંધાઈ છે. આ અહેવાલમાં મુંબઈ, દિલ્હી (નેશનલ કેપિટલ રીજીયન), બેંગલુરું, પુના, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકતા અને અમદાવાદ એમ આઠ શહેરોનો સમાવેશ થાય છે. એપ્રિલથી જુનના ક્વાર્ટરમાં કે જયારે લોકડાઉન અમલમાં હતું ત્યારે મકાનોનું વેચાણ ૮૪ ટકા ઘટી માત્ર ૯૬૩૨ રહ્યું હતું. રિપોર્ટ મુજબ અમદાવાદમાં અર્ધવાર્ષિક (H1) ગાળામાં એટલે કે જાન્યુઆરીથી જુન વચ્ચે રહેણાંક મકાનોનું વેચાણ 69% ઘટ્યું છે. આ સમય દરમિયાન 2,520 મકાનો વેચાયા છે. વર્ષ 2019ના સમાન સમયગાળામાં 8,212 મકાનો વેચાયા હતા. પાછલા 10 વર્ષના આંકડા જોઈએ તો આ એક દાયકાનું સૌથી ખરાબ વેચાણ છે.

દિલ્હી અને કોલકતામાં સૌથી ખરાબ હાલત :

જાન્યુઆરીથી માર્ચના પ્રથમ ત્રણ મહિનામાં વેચાણ ૪૯,૯૦૫ રહ્યું હતું. બીજા ક્વાર્ટરમાં નવા પ્રોજેક્ટના લોન્ચ ગત વર્ષે ૫૪,૯૦૫ યુનિટ હતા જે આ વર્ષે ૯૦ ટકા વધી ૫૫૮૪ યુનિટ જ રહ્યા છે. રેસિડેન્શિયલ રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં અગાઉ પણ માંગ ઘટી રહી હતી ત્યારે લોકડાઉનના કારણે તેના ઉપર ગંભીર કટોકટી આવી પડી છે. “ભવિષ્યની આવક ઉપર પ્રશ્નાર્થ હોવાથી મકાનોની માંગ ઘટી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સીસ્ટમમાં લીક્વીડીટી ઠાલવી છે અને વ્યાજના દર પણ ઘટાડ્યા છે આ સમયે રીઅલ એસ્ટેટની માંગ વધે તેવા પગલાં સરકારે ઉઠાવવા જોઈએ,” એમ નાઈટ ફ્રાંકના ચેરમેન શિશિર બૈજલે જણાવ્યું હતું. ઓગસ્ટમાં લોન નહી ભરવા માટે આપવામાં આવેલા મોરેટોરીયમનો અંત આવી રહ્યો છે ત્યારે નાઈટ ફ્રાંકના બૈજલ જણાવે છે કે કેન્દ્ર સરકારે ડેવલપર માટે લોન રીસ્ટ્રક્ચર કરવી કે હાઉસિંગ લોનમાં મોરેટોરીયમ વધારી આપવું જેવા પગલાં લેવા જોઈએ. આવા પગલાંથી શેત્રમાં લીક્વીડીટી વધશે અને લોનના ડીફોલ્ટ ઘટી જશે.

  • આઠ શહેરોમાં દિલ્હી અને કોલકતામાં સૌથી ખરાબ હાલત જોવા મળી 

બેંગ્લોર ખાતે બીજા ક્વાર્ટરમાં વેચાણ ૪૭ ટકા :

આ બન્ને શહેરોમાં નવા લોન્ચ અને વેચાણ લાગ્બ્ઘ શૂન્ય જેટલી થઇ ગઈ છે. બેંગ્લોર અને હૈદરાબાદની બજારમાં લોકો રોકાણ નહિ પણ પોતાના રહેવા માટે ખરીદી કરતા હોય છે. આ બન્ને બજારમાં બેંગ્લોર ખાતે બીજા ક્વાર્ટરમાં વેચાણ ૪૭ ટકા અને હૈદરાબાદમાં ૪૩ ટકા જેટલું ઘટી ગયું છે. બધા જ શહેરોમાં મકાનોની સરેરાશ કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી ૫.૮ ટકા, પુના ૫.૪ ટકા અને ચેન્નાઈમાં ૫.૩ ટકાનો સૌથી મોટો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. જયારે માંગ ઘટી હોવા છતાં આઈટી કેપિટલ ગણાતા હૈદરાબાદમાં ૬.૯ ટકા અને બેંગ્લોરમાં ૩.૩ ટકાનો ભાવ વધારો થયો છે. મકાન વેચાયા વગર પડી રહ્યા હોય તેની સંખ્યા આઠ શહેરોમાં ૧ ટકા ઘટી ગઈ છે.મુંબઈમાં સૌથી વધુ ૧.૫૦ લાખ, દિલ્હીમાં ૧.૧૮ લાખ અને બેંગ્લોરમાં ૦.૭૭ લાખ માકનો ખાલી પડેલા કે વેચાયા વગર પડી રહેલા છે. આની સામે આઠ શહેરોમાં સરેરાશ નહી વેચાયેલા મકાનોની આયુ ૧૬.૪ ક્વાર્ટર થઇ છે જે ગત વર્ષે પ્રથમ છ મહિનાના અંતે ૧૫.૪ ક્વાર્ટર હતી.

પ્રથમ છ મહિનામાં ઓફીસ વેચાણના વ્યવહારો ૩૭ ટકા ઘટ્યા :

ઓફીસ વેચાણમાં ઘટાડો આ રીપોર્ટ અનુસાર પ્રથમ છ મહિનામાં ઓફીસ વેચાણના વ્યવહારો ૩૭ ટકા ઘટ્યા છે જે દાયકામાં સૌથી તીવ્ર ઘટાડો છે. છ મહિનામાં કુલ ૧૭૨ લાખ ચોરસ ફૂટ ઓફીસ સ્પેસના વ્યવહાર થયા છે. આ આઠ શહેરોમાં સરેરાશ ઓફીસ ભાડું ૪ ટકા વધી દર મહીને રૂ.૮૩ પ્રતિ ચોરસ ફૂટ થયું છે. બેંગ્લોરમાં ભાડાં ૫.૬ ટકા વધ્યા છે તેના કારણે સરેરાશ ભાડામાં વૃદ્ધિ જોવા મળી રહી છે. સામે દિલ્હીમાં ૮.૮ ટકા અને અમદાવાદમાં ૧૨.૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. દેશનો આર્થિક વિકાસ લોકડાઉનમાં અટકી પડ્યો હતો અને હજુ તે ફરી શરુ થવા અંગે અનિશ્ચિતતા હોવાના કારણે ઓફીસ વેચાણ અને ભાડાં અંગે બજારમાં સાવચેતી જોવા મળી શકે છે. પ્રથમ છ મહિનમાં નવી ઓફીસનો પુરવઠો વર્ષ કરતા ૨૭ ટકા ઘટી ૧૭૩ લાખ ચોરસ ફૂટ થયું છે. મુંબઈ અને ચેન્નાઈમાં બીજા ક્વાર્ટરમાં આ ઘટાડો ૪૦ ટકા જેટલો જોવા મળ્યો હતો. દિલ્હીમાં ૮૬ ટકા અને પુનામાં ૮૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

Web Title: Lockdown Baldy Hits Real Estate Market; House Sales at Decade Low; Only 252 House Sold In Ahmedabad