લ્યુપિન, ગ્રેન્યુલ્સ ઈન્ડિયા ખામીયુક્ત ડાયાબિટીઝની 9.71 લાખ શીશી પરત મંગાવી

india-news
|

July 26, 2020, 10:00 PM


Lupin, Granules India recall around 9.71 lakh bottles of diabetes drug in US (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : ફાર્માસ્યુટિકલ કંપનીઓ લ્યુપિન અને ગ્રેન્યુલ્સ ઈન્ડિયાએ જરૂર કરતા વધુ સ્તરનું નાઈટ્રોસોડિમિથાઈલમાઇન (NDMA) હોવાની આશંકાના કારણે અમેરિકાના માર્કેટમાંથી ડાયાબિટીઝની જેનરિક દવાની 9.71 લાખ શીશીઓ પરત ખેંચવાની જાહેરાત કરી છે.

NDMAનો વધુ પડતો ઉપયોગ કેન્સરનું કારણ બની શકે છે. અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) દ્વારા તાજેતરના અમલીકરણ અહેવાલ મુજબ લ્યુપિન 500 મિલિગ્રામની ક્ષમતા અને 1,000 મિલિગ્રામ ક્ષમતાવાળી મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડની 4,92,858 શીશીઓ પરત લઈ રહી છે.

બીજી તરફ હૈદરાબાદમાં આવેલી ગ્રેન્યુલ્સ ઈન્ડિયા 750 મિલિગ્રામ ક્ષમતાની 4.78 લાખ શીશી પરત ખેંચી રહી છે. યુએસએફડીએના જણાવ્યા મુજબ વર્તમાન સારી ઉત્પાદન પ્રથા એટલે કે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટીસ (CGMP) દૂર થવાના કારણે ઉત્પાદનો પરત ખેંચી રહી છે.

Web Title: Lupin, Granules India recall around 9.71 lakh bottles of diabetes drug in US