વંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના

auto-news-india
|

August 06, 2020, 9:47 PM


Vande Bharat Mission Flight With 233 Indians Departs From China's Guangzhou (1).jpg

www.vyaapaarsamachar.com

  • ચીનથી આવનારા 233 ભારતીય નાગરિકોમાંથી મોટે ભાગે વિદ્યાર્થીઓ
  • 6 મેથી શરૂ થયેલા આ મિશનના 5મા તબક્કાની કામગીરી હાલમાં ચાલી રહી છે
  • મિશન હેઠળ અત્યાર સુધીમાં 9.39 લાખથી વધુ ભારતીયોને ભારત પરત લવાયા

ગુઆંગઝૌ : કોરોનો વાયરસ પ્રતિબંધોને કારણે ચીનમાં ફસાયેલા 233 ભારતીય નાગરિકો ગુરુવારે ભારત આવવા ત્યાંથી રવાના થયા છે. આ અંગે ગુઆંગઝૌમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે જણાવ્યું કે, 233 ભારતીય નાગરિકો, જેમાં  મોટે ભાગે વિદ્યાર્થીઓ છે. વંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે કોરોના વાયરસ રોગચાળા અને લોકડાઉન દરમિયાન અન્ય દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા એર ઇન્ડિયાના સહયોગથી ‘વંદે ભારત મિશન’ શરૂ કર્યું હતું. 6ઠ્ઠી મેથી શરૂ થયેલા આ મિશનના પાંચમા તબક્કાની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 9 લાખ 39,000થી વધુ ફસાયેલા ભારતીયોને વિવિધ માધ્યમ હેઠળ ઘરે પરત લાવવામાં આવ્યા છે.

અગાઉ જુદા જુદા દેશોમાં ફસાયેલા 8 લાખ 14 હજારથી વધુ ફસાયેલા ભારતીયોને પરત ઘરે લાવવામાં આવ્યાં હતાં. તે પછી ભારતના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ પુરીએ કહ્યું હતું કે, આ અભિયાનના પાંચમા તબક્કામાં અમે અમેરિકા, કેનેડા, કતાર, ઓમાન, યુએઈ, સિંગાપોર, યુકે, ફ્રેન્કફર્ટ, પેરિસ, સાઉદી અરેબિયા, બેહરીન, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ સહિતના તમામ દેશો સાથે મળીને ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત પરત લાવીશું. આજે આ મિશનના પાંચમા તબક્કા હેઠળ ચીનના આ ગુઆંગઝૌમાંથી ભારતીય નાગરિકો વિદેશ પરત આવી રહ્યા છે.

Web Title: Vande Bharat Mission Flight With 233 Indians Departs From China’s Guangzhou