વણથંભી તેજી: સેન્સેકસ 440 અંક ઉછળ્યો, નિફટી 11,150ને પાર
share-market-news-india
|
July 21, 2020, 12:06 PM
| updated
July 21, 2020, 12:08 PM

vyaapaarsamachar.com
અમદાવાદ : ભારતીય શેરમાર્કેટનો તેજીનો આખલો એકતરફી આગળ વધી રહ્યો છે. સેન્સેકસ અને નિફટીમાં મંગળવારના સત્રમાં પણ સવા ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
એસ એન્ડ પી બીએસઈ ઈન્ડેકસ 440 અંક ઉછળીને 37,866ના લેવલે અને નિફટી 50 ઈન્ડેકસ 116 અંક વધીને 11,139ના લેવલે ટ્રેડ કરી રહ્યાં છે.
બેંકિંગ શેરો આજે બજારની કમાન સંભાળી છે. બેંક નિફટી 393 અંકોના વધારે 22,715ના લેવલે ટ્રેડિંગ થઈ રહ્યું છે. આજના ટોપ ગેનર્સમાં મારૂતિ બાદ HDFC, ICICI બેંક અને એક્સિસ બેંક શામેલ છે. રિલાયન્સ પર 2.50% ઉછળ્યો છે.
AGR ઈશ્યુને પગલે ભારતી એરટેલ સવા ટકા ડાઉન છે. આ સિવાય સનફાર્માના વળતા પાણી ચાલુ જ છે. શેર મહત્વના 480ના સ્તરની નીચે સર્કયો છે.
Web Title: One Way Rally, Sensex Jumps 440 Pts, Nifty Above 11,150 on Banks and RIL Push