વન ટાઈમ ગેનને કારણે રિલાયન્સનો નફો 31% વધી 13,233 કરોડ

share-market-news-india
|

July 30, 2020, 8:04 PM

| updated

July 30, 2020, 8:26 PM


RIL posts 31 % YoY rise in Q1 consolidated net profit at Rs 13,233 crore.jpg

અમદાવાદઃ ભારતીય કોર્પોરેત જગતની સૌથી મહાકાય કંપની રિલાયન્સે ઈન્ડસ્ટ્રીસે આજે પ્રથમ ત્રિમાસિકગાળાના પરિણામો રજૂ કર્યા છે. કોરોના મહમારીને કારણે લાગુ થયેલ લોકડાઉનની અસર આ કવાર્ટરમાં જોવા મળવાની હતી તેથી સમગ્ર દેશના આર્થિક તજ્જ્ઞોની નજર રિલાયન્સના પરિણામો પર મંડાયેલી હતી.

એપ્રિલ-જુન ત્રિમાસિકગાળામાં રિલાયન્સનો નફો રૂ. 13,233 કરોડ રહ્યો છે. વાર્ષિક દ્રષ્ટિએ કંપનીના નફામાં 31%નો જમ્પ જોવા મળ્યો છે. ગત વર્ષે જુન કવાર્ટરમાં કંપનીએ 10,104 કરોડનો નફો નોંધાવ્યો હતો.

આ વર્ષે કોરોનાના કપરાકાળ છતા નફામાં થયેલ વધારા પાછળનું કારણ છે વન ટાઈમ ગેઈન. જુન કવાર્ટરમાં રિલાયન્સને રૂ. 4966 એકમુક્ત આવક થઈ છે તેને કારણે નફો વધ્યો છે. જો આ વનટાઈમ લાભને બાકાત કરીએ તો રિલાયન્સને 8267 કરોડનો જ નફો થયો છે એટલે કે નફામાં 18.18%નો ઘટાડો થયો છે. RIL અને BPના સંયુક્ત સાહસને પેટ્રોલ માર્કેટિંગ કારોબાર ટ્રાન્સફર કરતા આ વધારાની આવક થઈ છે.

GRM-પેટ્રોલિયમ કારોબારને કોરોના ગ્રહણ : 

RILની આવક જુન, 2019ની સામે આ વર્ષે 44%ના ઘટાડે 88,253 કરોડ રહી છે. બજાર અનુમાન મુજબ રિલાયન્સની આવક 1.03 લાખ કરોડની આસપાસ રહેવાનો અંદાજ હતો. કોરોના સમયમાં કંપનીના પેટ્રોકેમિકલ કારોબારની આવકને પડેલ ફટકાને કારણે કુલ આવક ઘટી છે.


ઓપરેટિંગ પ્રોફિટ 21% ઘટીને 16,875 કરોડ થયો છે, તો માર્જિન 13.6%થી વધીને 19.1% થયા છે. 

ઓઈલ માર્કેટિંગ જાયન્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના GRM પર સૌની નજર મંડાયેલી હતી. GRM એટલેકે ક્રૂડના એક બેરલ રિફાઈનિંગ કરવા પર રિલાયન્સને મળતો નફો 6.3 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટી ગયા છે.

વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ધરાવતી રિલાયન્સ તેની પેટ્રોકેમિકલ પ્રોડ્કટ મુખ્યત્વે ભારતમાં વેચે છે અને માર્ચના અંતે થયેલ લોકડાઉન એપ્રિલ અને મે માસ સુધી લંબાયા બાદ જુનમાં ફરી અર્થતંત્ર પાડે ચઢતા માંગ વધવાના સંકેત મળ્યા છે.

રિલાયન્સના રિફાઈનિંગ કારોબારની આવક 54% ઘટીને 46,642 કરોડ થઈ છે તો પેટકેમ કારોબારની આવક 33% ડાઉન 25,192 કરોડ રહી છે.

Web Title: RIL posts 31 % YoY rise in Q1 consolidated net profit at Rs 13,233 crore