‘વર્ક ફ્રોમ હોમ’ : આ કારણે કર્મચારીઓને ઓફિસમાં બોલાવવા તૈયાર નથી  કંપનીઓ

india-news
|

July 30, 2020, 6:25 PM


Employees Productivity Increased In Work From Home Policy.png

www.vyaapaarsamachar.com

  • કંપનીઓ માત્ર જે લોકોની જરૂર છે તેઓને જ ઓફિસ બોલાવી રહી છે
  • ‘વર્ક ફ્રોમ હોમ’ હેઠળ કર્મચારીઓ દ્વારા ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થયો
  • ગૂગલ 30 જૂન-2021 સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ હેઠળ કામગીરી ચાલુ રાખશે
  • એમેઝોન પણ ‘વર્ક ફ્રોમ હોમ’ જાન્યુઆરી-2021 સુધી ચાલુ રાખશે

નવી દિલ્હી : ભારતમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે કટોકટીના આ સમયમાં દરેક ક્ષેત્રના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. કંપનીઓ માત્ર જે લોકોની જરૂર છે તેઓને જ ઓફિસ બોલાવી રહી છે. એક અહેવાલ મુજબ તમામ ક્ષેત્રની કંપનીઓનું કહેવું છે કે, ‘વર્ક ફ્રોમ હોમ’ હેઠળ કર્મચારીઓ દ્વારા ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થયો છે, જેથી આવી સ્થિતિમાં ભારતીય કંપનીઓ હાલ તેમના કર્મચારીઓને ઓફિસ બોલાવવા ઈચ્છતા નથી.

તમામ કંપનીઓ તેમના કર્મચારીઓથી ખુશ

સિટીબેંક, બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ, હિન્દુસ્તાન યુનિલિવર, કેપીએમજી, આરપીજી ગ્રુપ, કોગ્નિઝન્ટ, ફિલિપ્સ, પીડિલાઇટ જેવી કંપનીઓએ જણાવ્યું કે, તેઓ તેમના કર્મચારીઓના કાર્યથી ખૂબ ખુશ છે. આ કંપનીઓ માત્ર એવા કર્મચારીઓને ઓફિસમાં બોલાવે છે જેમની સખ્ત જરૂર છે અને જેઓના કારણે કામ થઈ શકતું નથી.

ઘરેથી કામ કરનારા કર્મચારીઓ વધુ સલામત

મોટાભાગની કંપનીઓ કહે છે કે, જ્યારે તેમના કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે તો તેઓ સલામત હોય છે. ઉત્પાદકતામાં પણ વધારો થયો છે. તાજેતરમાં ગૂગલે કહ્યું હતું કે, તે 30 જૂન-2021 સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ ચાલુ રાખશે. તો એમેઝોન પણ ‘વર્ક ફ્રોમ હોમ’ જાન્યુઆરી-2021 સુધી ચાલુ રાખશે.

KPMG ઈન્ડિયાના માત્ર 5 ટકા જ કર્મચારીઓ ઓફિસથી કરી રહ્યા છે કામ

KPMGના ચીફ ઓપરેટિંગ ઓફિસર અર્જુન વૈદ્યનાથે જણાવ્યું કે, કેપીએમજી ઇન્ડિયા હાલમાં તેના 5 ટકા કર્મચારીઓને બોલાવી રહી છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કંપની આ નીતિ ચાલુ રાખશે. સંકટના આ સમયમાં કર્મચારીઓને કામકાજમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે કંપનીઓ શ્રેષ્ઠ IT સેવાઓ આપી રહી છે. ઉપરાંત પ્રાદેશિક ટીમને વધુ સશક્તિકરણ આપવામાં આવ્યું છે.

Web Title: Employee productivity increased at Work From Home, companies not in the mood to call office