વર્લ્ડ વેક્સિન અલાયન્સની જાહેરા, સમગ્ર વિશ્વને આ ભાવે મળશે કોરોના વેક્સીન

india-news
|

July 28, 2020, 4:02 PM


declared price of Corona vaccine.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: વિશ્વમાં ઘણા દેશો હાલ જીવલેણ ઘાતક કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. ત્યારે વિશ્વમાં મોટા ભાગના દેશો હાલ કોરોના વેક્સીન પર કામ કરી રહ્યા છે. જ્યારે ઘણા ખરા અંશે અમુક વેક્સીનને સફળતા પણ મળી છે. જોકે ગ્લોબલ કોમ્યુનિટી હાલમાં એ મુદ્દે વિચારી રહી છે. કે વેક્સીન તૈયાર થયા બાદ તેની વિશ્વમાં કિંમત કેટલી રાખવી અને તેને દરેક દેશો સુધી કેવી રીતે પહોચાડવી. આ મુદ્દે ગ્લોબલ વેક્સીન અલાયંસે એવું કહ્યું કે વેક્સીનની કિંમત 40 ડોલર એટલે કે 3  હજાર રૂપિયા સુધી રાખવામાં આવશે.

ચીફ એક્ઝ્યુક્યુટીવ સેટ બર્કલે COVAX ફેસેલેટી પર ધ્યાન આપી રહ્યા છે

જોકે હાલમાં GAVI vaccine alliance ના ચીફ એક્ઝ્યુક્યુટીવ સેટ બર્કલે COVAX ફેસેલેટી પર ધ્યાન આપી રહ્યા છે…અને તેમનું કહેવું છે કે હાલ વેક્સીનની કોઈ કિંમત નક્કી કરવામાં નથી આવી. પરંતુ શક્ય છે કે અલગ અલગ દેશોમાં તેની કિંમત અલગ અલગ હોઈ શકે છે.જેમા ગરીબ દેશોમાં તેને સસ્તી કિંમતમાં આપવામાં આવશે.

ગરીબ દેશોમાં તેને સસ્તી કિંમતમાં આપવામાં આવશે

જ્યારે અમીર દેશોને તેની વધારે કિંમત ચુકવવી પડશે. મહત્વનું છે કે કોવૈક્સ ફેસેલિટી કોરોના વેક્સીનને લઈને એક ગ્લોબલ કોલોબ્રેશન છે..અને તેનો ઉદ્દેશ વેક્સીનનું ઉત્પાદન કરીને દરેક લોકો સુધી પહોચાડવાનો છે. આ કોલોબ્રેશનનું નેતૃત્વ Gavi તરફથી કરવામાં આવી રહ્યું છે.

Web Title: Corona vaccine will be available worldwide at this price, according to the World Vaccine Alliance