વાયુ પ્રદુષણને કારણે ભારતીયોનું આયુષ્ય 5 વર્ષ ઘટ્યું 

india-news
|

July 29, 2020, 2:28 PM


Air pollution reduces average life expectancy in India by five years.jpg

vyaapaarsamachar.com 

અમદાવાદ :  ભારતની એક ચતુર્થાંસ વસ્તી પ્રદુષણનો માર સહન કરવા માટે મજબુર છે. આ કારણે દેશના લોકોનું આયુષ્ય આશરે 5.2 વર્ષ ઘટી ગયું છે. જો 2018ની સ્થિતિ  યથાવત રહી તો દિલ્હી,કોલકાતા સહીત ઉત્તર ભારતની આશરે 24.80 કરોડ લોકોનું આયુષ્ય 8 વર્ષ ઓછું થઇ જશે. શિકાગો યુનિર્વસિટીના AQLI રિપોર્ટમાં આ માહિતી મળી છે. 

રિસર્ચમાં 2018 સુધીના ડેટાનો સમાવેશ કરાયો છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે વિશ્વમાં વાયુ પ્રદુષણને મામલે બાંગ્લાદેશની સ્થિતિ સૌથી ખરાબ છે.બાંગ્લાદેશ બાદ વાયુ પ્રદુષણના ખરાબ સ્તરમાં ભારતનો બીજો નંબર છે.

રિપોર્ટમાં ભારતને સલાહ આપવામાં આવી છે કે વાયુ ગુણવત્તામાં સુધારો કરીને લોકોની કુલ જનસંખ્યાની જીવવાની સંભાવના 5.2 વર્ષ વધારી શકાય છે. કેમ કે વાયુ ગુણવત્તા જીવન સૂચકાંક (AQLI)ના મામલે ભારત WHOના માનકો પર ખરું ઉતરતું નથી.જોકે એવું નથી કે સમગ્ર ભારતમાં વાયુ પ્રદુષણનું સ્તર એક સમાન છે. પરંતુ ગંગાના મેદાની વિસ્તારો પ્રદુષણથી ખરાબ રીતે પ્રભાવિત છે. 

ભારતના લખનૌ શહેરની હાલત ઉચ્ચ વાયુ પ્રદૂષણની દ્રષ્ટિએ સૌથી ખરાબ છે. અહીંની હવાની ગુણવત્તા ડબ્લ્યુએચઓનાં ધોરણો કરતા 11 ગણી વધુ ખરાબ છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે જો ડબ્લ્યુએચઓની માર્ગદર્શિકા હેઠળ પ્રદૂષણનું સ્તર જળવાય રહે તો દિલ્હીવાસીઓનું જીવન 9.4 વર્ષ વધી શકે છે. અહેવાલ તે વાત પર ભાર મુકાયો છે કે કોવિડ -19 પહેલા હવાનું પ્રદૂષણ માનવ જીવન માટે સૌથી મોટો ખતરો હતો અને રોગચાળો સમાપ્ત થયા પછી પણ તે રહેશે.

Web Title: Air pollution reduces average life expectancy in India by five years