વિદેશી રોકાણકારો ભારત પર મહેરબાન, નવેમ્બરમાં રૂ.50 હજાર કરોડનું રોકાણ

share-market-news-india
|

November 22, 2020, 3:32 PM

| updated

November 22, 2020, 3:35 PM


Foreign portfolio investors’s net buyers in November so far; pump in Rs 49,553 crore.jpg

મુંબઇઃ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)એ ચાલુ નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય મૂડીબજારમાં રૂ.49,553 કરોડનું રોકાણ કર્યુ છે. તરલતાની ઉંચી સ્થિતિ તથા અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને અસમંજસ દૂર થયા બાદ વૈશ્વિક સંકેતો સાનુકુળ બન્યા છે, જેને પગલે ભારતીય બજારોમાં FPIનું મૂડોરોકાણ વધ્યુ છે. FPIએ 3થી 20 નવેમ્બર દરમિયાન ભારતીય શેરબજારમાં રૂ. 44,378 કરોડ અને ડેટ તેમજ બોન્ડ માર્કેટમાં 5175 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. આવી રીતેનું નવેમ્બરમાં અત્યાર સુધી કુલ રોકાણ રૂ. 49,553 કરોડ રહ્યુ છે.  

ઓક્ટોબરમાં FPIએ કર્યુ હતુ 22 હજા કરોડનું રોકાણ

FPI એ ઓક્ટોબરમાં ભારતીય મૂડીબજારમાં 22,033 કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ગ્રોના સહ-સ્થાપક તેમજ ચીફ ઓફરેટિંગ ઓફિસર હર્ષ જૈનનું કહેવુ છે કે, તરલતાની સારી સ્થિતિ રહેવાથી તેમજ વૈશ્વિક સંકેતોમાં સુધારો થવાથી FPIનું ભારતીય મૂડીબજારમાં રોકાણ વધી રહ્યુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને વિદેશી રોકાણકારોની મૂંઝવણ દૂર થઇ ગઇ છે. આવા જ પ્રકારનો મત રજૂ કરતા કોટક સિક્યોરિટીઝના સિનિયર અધિકારી રુસ્મિક ઓઝાએ કહ્યુ કે, અમેરિકામાં રાષ્ટ્રપતિના ચૂંટણી પરિણામો બાદ FPI ભારતમાં રોકાણ વધારી રહ્યા છે.  વૈશ્વિક સ્તરે રોકાણકારોને આશા છે કે નજીકના ભવિષ્યમાં ડોલર હજી નબળો પડશે

કોરોના વેક્સીનના અહેવાલો નક્કી કરશે બજારની દિશા

જાણકારોનું કહેવુ છે કે, કોરોના વાયરસના વધી રહેલા કેસો તથા ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટના સેટલમેન્ટના લીધે ચાલુ સપ્તાહે શેરબજાર વોલેટાઇલ રહેશે. વધુમાં કહ્યુ કે, ઉપરાંત કોરોના વેક્સીન સંબંધિત સમાચારો, અમેરિકામાં સ્ટિમ્યુલસ પેકેજની ચર્ચા તથા વૈશ્વિક વલણો બજારની દિશા નક્કી કરશે.  

સૈમકો સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ નિરાલી શાહનું કહેવુ છે કે, આગામી સમયમાં બ્લુચિપ અને મોંઘા શેરમાં કરેક્શન આવી શકે છે. ત્રિમાસિક પરિણામોની સીઝન સમાપ્ત થઇ ચૂકી છે. એવામાં રોકાણકારોની નજર વૈશ્વિક સંક્તો તથા વેક્સીન સંબંધિત અહેવાલો પર રહેશે.

FPIના કારણે બજારમાં તેજીવાળા હાવી

શેરબજારમાં બુલરન ચાલુ રહેવા અંગે માર્કેટ એનાલિસ્ટોનું કહેવુ છે કે, નવેમ્બર મહિનામાં વિદેશી રોકાણકારોએ જંગી લેવાલી કરી છે જેના કારણે શેરબજારમાં બુલરન ચાલુ છે. લોકડાઉન દરમિયાન FPIએ આવી જંગી લેવાલી કરી નથી.

નવેમ્બરના પ્રથમ 20 દિવસમાં જ FPIનો 44 હજાર કરોડથી વધુનો નેટ ઇનફ્લો નોંધાયો છે. આ દરમિયાન સેન્સેક્સમાં 4400 પોઇન્ટ એટલે કે લગભગ 11 ટકાની તેજી આવી છે. એવુ પણ કહ્યુ કે, ડિસેમ્બરના અંત સુધી વિદેશી રોકાણકારો તરફથી મૂડીરોકાણનો પ્રવાહ ઘટી શકે છે જેના કામે માર્કેટમાં સાધારણ કરેક્શન આવી શકે છે.

Web Title: Foreign portfolio investors’s net buyers in November so far; pump in Rs 49,553 crore