વિશ્વની ચાર ટેક જાયન્ટ કંપનીઓના પરિણામ જાહેર 

world-news
|

July 31, 2020, 3:29 PM

| updated

July 31, 2020, 3:30 PM


The Big 4 tech companies Amazon, Apple, Facebook, and Google, crushed their earnings reports.png

vyaapaarsamachar.com

અમદાવાદ :  વિશ્વની ચાર મોટી ટેક જાયન્ટ કંપનીઓએ ગઈકાલે પોતાના પરિણામો જાહેર કર્યા હતા. આ કંપનીઓમાં ફેસબુક, એમેઝોન,એપલ અને આલ્ફાબેટ-ગુગલનો સમાવેશ થાય છે. ચારેય કંપનીઓના પરિણામ ધાર્યા કરતા વધુ સારા આવ્યા છે જેને કારણે વોલસ્ટ્રીટમાં પણ તેજી જોવા મળી હતી.આ ચારેય કંપનીનું સંયુક્ત વેલ્યુએશન 5 લાખ કરોડ ડોલર છે 

ફેસબુક

ફેસબુકે દૈનિક સક્રિય વપરાશકર્તાઓ  માટેના વોલસ્ટ્રીટના અનુમાનને ખોટું ઠેરવ્યું હતું તેમજ વર્ષવાર ડબલ ડિજિટમાં વૃદ્ધિ નોંધાવી હતી. ફેસબુકની આવક યર ટુ યર 11 ટકા વધીને 18.69 અબજ ડોલર નોંધાઈ હતી. બીજી તરફ વોલસ્ટ્રીટ દ્વારા 17.31 અબજ ડોલરનો અંદાજ મુકાયો હતો.  

 • પ્રતિ શેર કમાણી (ઇપીએસ) GAAP :1.80 ડોલર (1.39 ડોલર  અપેક્ષિત)
 • દૈનિક સક્રિય ફેસબુક વપરાશકર્તાઓ: 1.79 અબજ, વાર્ષિક ધોરણે 12% (અપેક્ષિત 1.74 અબજ)
 • માસિક સક્રિય ફેસબુક વપરાશકર્તાઓ: 2.7 અબજ, વાર્ષિક ધોરણે 12% (અપેક્ષિત 2.63 અબજ)

એમેઝોન

ગયા ત્રિમાસિક ગાળામાં 88.9 અબજ ડોલરની કમાણી કરી હતી. જોકે વેબ સિરીઝમાં તે ધીમું પડ્યું હતું. આફ્ટર અવર્સ ટ્રેડિંગમાં એમેઝોનનો શેર 6 ટકા ઉછળ્યો હતો.

 • EPS (GAAP): શેર દીઠ 1.50 ડોલરની અપેક્ષાએ વિરુદ્ધ 10.30 ડોલર
 • AWS :10.81 અબજ ડોલરની અપેક્ષા વિરુદ્ધ 11.01 અબજ ડોલર
 • આવક : શેર દીઠ 81.24 અબજ ડોલરની અપેક્ષા વિરુદ્ધ 88.90 અબજ ડોલર

એપલ

એપલે તેના નાણાકીય ત્રીજા ક્વાર્ટરમાં વોલ સ્ટ્રીટના અંદાજને વટાવી દીધો હતો. એપલનો શેર 5% વધ્યો હતો અને આફ્ટર અવર ટ્રેડિંગમાં પ્રથમ વખત શેર દીઠ 400 ડોલરની કિંમત વટાવી હતી.

 • ત્રીજા ક્વાર્ટરની આવક : 57.7 અબજ ડોલર. વિશ્લેષકોએ 52.3 અબજ ડોલરની અપેક્ષા રાખી હતી 
 • ત્રીજા ક્વાર્ટરની આવક પર શેર : 2.58 ડોલર. વિશ્લેષકોએ 2.07 ડોલરની અપેક્ષા રાખી હતી. 2019માં આ આવક 2.18 ડોલર હતી.
 • આઈફોન રેવન્યુ : 26.4 અબજ ડોલર,ગતવર્ષના સમાન સમયગાળા કરતા 1.7 ટકા ઘટી, જે 25.9 અબજ ડોલર હતી.
 • સર્વિસ રેવન્યુ : 13.1 અબજ ડોલર
 •  વેરેબલ રેવન્યુ : 6.4 અબજ ડોલર 

આલ્ફાબેટ 

ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ 31.6 અબજ ડોલરની ટ્રાફિક એકવીઝીશન કોસ્ટ દર્શાવ્યો છે જે વર્ષવાર 2 ટકા ઘટ્યો છે.  કંપનીના ઇતિહાસમાં પ્રથમ વખત વાર્ષિક આવકમાં ઘટાડો નોંધાયો છે.

 • રેવન્યુ : 31.6 અબજ ડોલર (અપેક્ષિત 30.5 અબજ ડોલર)
 • EPS (GAAP): 10.03 ડોલર (અપેક્ષિત 8.27)
 • નેટ ઇન્કમ : 6.96 અબજ ડોલર   
 • ગુગલ ક્લાઉડ રેવન્યુ : 3.01 અબજ ડોલર 
 • યુ ટ્યુબ એડ રેવન્યુ : 3.81 અબજ ડોલર 

Web Title: The Big 4 tech companies — Amazon, Apple, Facebook, and Google, crushed their earnings reports