વિશ્વની સૌથી મોંઘી કાર, કિંમત 133 કરોડ રૂપિયા, જાણો શું છે ખાસ

auto-news-india
|

August 09, 2020, 8:00 PM


World Most Expensive Car, Priced At Rs 133 Crore, Know What Is Special (1).jpg

www.vyaapaarsamachar.com

વિશ્વમાં કારના શોખીનોની કોઈ કમી નથી. બાઈક, કાર, વિન્ટેજ, ઓટોમેટિક કાર સહિત ઘણા મોંઘા વાહનો વિશે આપણે સાંભળ્યું હશે. આપણી આસપાસ પણ કેટલાય લોકો એવા હશે કે એ જે મોંઘી કારોના દિવાના હોય છે. તો કાર શોખીના દિવાના વિચારતા હશે કે વિશ્વમાં સૌથી મોંઘી કાર કઈ… આજે અમે તમને એક એવી કાર વિશે જણાવીશું જે વિશ્વમાં સૌથી મોઘી છે. હાલ Bugattiની La Voiture Noire સૌથી મોંઘી કાર છે. તો જાણીએ આ કારની ખાસીયત અને કિંમત વિશે…

​Bugatti La Voiture Noire

 • Bugattiની La Voiture Noireનો ફ્રેન્ચમાં અર્થ થાય છે કાળી કાર.
 • La Voiture Noire એ અત્યાર સુધીની સૌથી મોંઘી સ્પોર્ટ્સ કાર છે.
 • કંપનીએ ફક્ત એક જ કાર બનાવી છે.
 • આ કારની કિંમત આશરે 87.6 કરોડ રૂપિયા છે.
 • ટેક્સ લગાવ્યા બાદ આ કારની ઓન રોડ કિંમત 133 કરોડ થઈ જાય છે. આ ભાવમાં આશરે 45 કરોડનો ટેક્સ સામેલ છે.

​Bugatti La Voiture Noireની ખાસીયત

 • આ સુપરકારના તમામ કંપોનેન્ટ હેન્ડક્રાફ્ટેડ છે.
 • ફાઈબર બોડી પર ગ્લાસ બ્લેક ફિનિશ આપવામાં આવ્યું છે.
 • આ નવી સુપર સ્પોર્ટસ કારનો ફ્રન્ટ લુક ખૂબ જ અગ્રેસિવ છે.
 • બુગાતી ચિરૉન યા વેરૉનની સરખામણીમાં આ કારની ગ્રિલ વધારે શાનદાર દેખાય છે.
 • કારના રિયરમાં ગ્રિલ જેવો લૂક આપવામાં આવ્યો છે.
 • ટેલલાઈટ્સ એક છેડાથી બીજા છેડા સુધી છે.
 • રિયરમાં 6 એક્ઝોસ્ટ પાઈપ છે.

​Bugatti La Voiture Noireનું એન્જીન

 • બુગાટીની આ નવી કારમાં ચિરૉન વાલા 8-લીટર, 16-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે.
 • આ એન્જિન 1479 bhpનો પાવર અને 1600Nm પીક ટોર્ક જનરેટ કરે છે.
 • આ સુપર સ્પોર્ટસ કાર 2.4 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
 • તેની ટોપ સ્પીડ 420 કિમી પ્રતિ કલાક છે.
 • કંપનીનો દાવો છે કે શહેરી વિસ્તારમાં આ કારને 100 કિમી ચાલવા માટે 35 લીટર ફ્યૂલ જોઈશે.

Web Title: World Most Expensive Car, Priced At Rs 133 Crore, Know What Is Special