વિશ્વમાં ઘરેણા માટે સોનાની માંગ છ મહિનામાં ૪૬ ટકા ઘટી, ભારતમાં ઈતિહાસમાં સૌથી મોટો ઘટાડો

commodity-news-india
|

July 30, 2020, 10:37 AM


Global demand for gold for jewelery fell by 46% in six months.jpeg

vyaapaarsamachar.com

મુંબઈ: પ્રથમ ક્વાર્ટરમાં સોનાની જ્વેલરી માટેની માંગ ૩૯ ટકા ઘટ્યા પછી બીજા ક્વાર્ટરમાં તેમાં ૫૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વના બે સૌથી મોટા સોનાના વપરાશકર અને ઘરેણાના સૌથી મોટા બજાર એવા ભારત અને ચીનમાં માંગ ઘટી જતા વૈશ્વિક સ્તરે મોટો ફટકો પડ્યો છે. ભારતમાં જ્વેલરી માટે સોનાની માંગ પથમ છ મહિનામાં માત્ર ૧૧૭ ટન રહી છે જે ઈતિહાસમાં સૌથી નીચી છે.

કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં સોનાની માંગ  ૪૬ ટકા ઘટી કુલ ૫૭૨ ટન રહી હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આજે માંગ અને પુરવઠાના ડેટા સાથેના અહેવાલમાં જણાવ્યું છે. સોનાની આ માંગ છેલ્લા ૧૦ વર્ષની સરેરાશ ૧૧૦૬ ટન કરતા ૫૦ ટકા જેટલી ઘટી ગઈ છે. પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં માંગ વિક્રમી નીચા સ્તરે જોવા મળી છે.

કોરોના મહામારીના કારણે લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યો હતો. એટલા માટે ઉત્પાદન અને શોરૂમ થકી વેચાણ બંધ હતા. આ ઉપરાંત, ગ્રાહકો પણ બહાર નીકળી શકે એમ નહિ હોવાથી તેમ જ સોનાના વિક્રમી ઊંચા ભાવના કારણે ઘરેણાની માંગ ઉપર મોટો ફટકો પડ્યો છે.

ચીન વિશ્વમાં સોનાનો સૌથી મોટો વપરાશકર છે. ચીનમાં લોકડાઉન સૌથી પહેલો હટાવી લેવામાં આવ્યો હતો એટલે અહી માંગ ઘટી હોવા છતાં સુધરી રહી હોય એવો સંકેત આપી રહી છે. ચીનમાં સોનાની માંગ બીજા કવાર્ટરમાં ૩૩ ટકા ઘટી ૯૦.૯ ટન રહી હતી. પ્રથમ કવાર્ટરમાં ચીનમાં સોનાની માંગ

ભારતમાં બીજા કવાર્ટરમાં સોનાની માંગ ૭૪ ટકા ઘટી માત્ર ૪૪ ટન રહી છે. ભારતમાં પ્રથમ કવાર્ટરમાં માંગ ૪૧ ટકા ઘટી ૯૩.૯ ટન રહી હતી. ભારતમાં સોનાની માંગ પ્રથમ છ મહિનામાં ૬૦ ટકા ઘટી માત્ર ૧૧૭ ટન રહી છે જે વિક્રમી નીચા સ્તરે છે, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ જણાવે છે.

Web Title: Global demand for gold for jewelery fell by 46% in six months, the biggest decline in India’s history