વિશ્વ કોરોનાની રસીની રાહ જોઈ રહ્યું છે ત્યારે ચીને તો સૈનિકોને રસી લગાવવાનું શરૂ પણ કરી દીધું…

World All People Is Waiting For The Coronavirus Vaccine, China PLA Soldiers Receive Cansino Covid 19 Vaccine (1).jpg

www.vyaapaarsamachar.com

  • વિશ્વભરની સરકારો સૌથી પહેલા આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી લગાવવા અંગે વિચારણા કરી રહી છે
  • બીજી તરફ ચીને સૌથી પહેલા તેના સૈનિકોને કોરોના વાયરસની રસી લગાવવા શરૂઆત કરી દીધી છે
  • પીપલ્સ લિબરેશન આર્મીની મદદથી બનાવાયેલી કોરોના રસી મોટાપાયે સૈનિકોને મોટા પાયે લગાવાઈ રહી છે

પેઈચિંગ : વિશ્વભરની સરકારો સૌથી પહેલા આરોગ્ય કર્મચારીઓને કોરોના વાયરસની રસી લગાવવાનું વિચારી રહી છે. તો બીજી તરફ ચીન સાગરથી લદ્દાખ સુધી દાદાગિરી કરતું રહેતું ચીન સૌથી પહેલા તેના સૈનિકોને કોરોનાની રસી લગાવવાનું શરૂ કરી દીધું છે. પીપલ્સ લિબરેશન આર્મીની મદદથી બનાવવામાં આવેલી ચીનની કોરોના વેકસીન સૈનિકોને મોટાપાયે લગાવવામાં આવી રહી છે અને એ પણ તેવા સમયે જ્યારે ચીનની કોરોના વાયરસ વેક્સિન ટ્રાયલના ત્રીજો તબક્કામાં છે. આ રસીના પરિણામો આવે તે પહેલાં જ ચીને સૈનિકોને રસી લગાવવાનું શરૂ કરી દીધું છે.

ફાઇનાન્સિયલ ટાઇમ્સના અખબારના અહેવાલ મુજબ ચીનમાં નાગરિકો અને સૈન્ય માટે બનાવવામાં આવેલી ટેકનોલોજી એક-બીજાના ત્યાં ઉપયોગ કરવો સામાન્ય બાબત છે, પરંતુ રાષ્ટ્રપતિ શી જિનપિંગના સમયમાં આ બાબતમાં વધુ વધારો થયો છે. શી જિનપિંગે ચીની સૈન્ય અને નાગરિકો વચ્ચેના સંપર્કો વધુ ગાઢ બનાવવા અભિયાન શરૂ કર્યું છે ત્યારે કોરોના વાયરસે આ બાબતને વધુ વેગ આપી દીધો છે. કેનબેરામાં ચાઇના પોલિસી સેન્ટરના ડિરેક્ટર એડમ નીનું કહેવું છે કે, ચીની સૈન્યમાં જૈવિક અને ચેપી રોગો સામે લડવાની ક્ષમતા છે અને તેનો સંપૂર્ણ લાભ ચાઇનીઝ નેતાઓ લઈ રહ્યા છે.

એડમે જણાવ્યું કે, CanSinoની કોરોના વાયરસની રસી ચીની આર્મીના સહયોગથી બનાવવામાં આવી છે. CanSinoએ તેની પરીક્ષણ અને રસી બનાવવાની ક્ષમતાને કારણે અમેરિકાની મોડર્ના, ફાઇઝર, ક્યોરવૈક અને એસ્ટ્રાઝેનેકાને ઘણી પાછળ છોડી દીધા છે. CanSino રસી બનાવવામાં ચીની આર્મીના મેડિકલ સાયન્સના ચીફ ચેન વેઇએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

WHOના રિપોર્ટ અનુસાર 21માંથી 8 ચાઇનીઝ રસી

ચીનના મીડિયાના જણાવ્યા અનુસાર, ચીનની રસી વિકસાવવા બદલ ડોક્ટર ચેન વેઈની ભરપુર પ્રશંસા કરવામાં આવી રહી છે. જો કે, અગાઉ તેમણે કંપની માટે ઇબોલાની રસી બનાવી હતી. આ એકમાત્ર રસી નથી જેને સફળતા મળી રહી છે. WHOના અહેવાલ મુજબ 21માંથી 8 ચીનની રસી છે. ચીનની સેના વધુ એક રસી વિકસાવવામાં મદદ કરી રહી છે.

માત્ર ચીન જ એવો દેશ છે જેણે કોરોનાની પ્રાયોગિક રસી તેના સૈનિકોને લગાવવાની શરૂ કરી દીધી છે. ચીનમાં 471 બિન-સૈન્ય સંશોધકો PLAમાં કામ કરી રહ્યા છે. એડમ કહે છે કે ચીની સૈન્ય પર પ્રાયોગિક રસીનો ઉપયોગ ચીનના પ્રચારનો એક ભાગ છે. ચીન એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, ચીની સેના દેશ માટે બલિદાન આપવા તૈયાર છે. તો સાથે જ આનો મુખ્ય ફાયદો એ પણ છે કે, જો ચીની રસી ઉપયોગમાં નહીં આવે તો તેની જાણકારી કોઈને પણ થઈ શકશે નહીં.

Web Title: World All People Is Waiting For The Coronavirus Vaccine, China PLA Soldiers Receive Cansino Covid 19 Vaccine