વીજળીનો સરેરાશ હાજર ભાવ ઓગસ્ટમાં 27% ઘટ્યો  

india-news
|

September 04, 2020, 8:20 PM


IEX Electricity Market Trades 5467 MU In August-2020, Up 1 Percent YOY.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : વીજળી ક્ષેત્રે માંગમાં ઘટાડો થવાના કારણે ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ (IEX) પર વીજળીનો સરેરાશ હાજર ભાવ ઓગસ્ટમાં લગભગ 27 ટકા ઘટીને પ્રતિ યુનિટ 2.43 રૂપિયા પર આવી ગયો છે.

IEXએ એક નિવેદનમાં જણાવ્યું કે, ઓગસ્ટ મહિના દરમિયાન ‘ડે-અહેડ માર્કેટ’ (DAM) એટલે કે, અગાઉના દિવસની ડિલિવરી માટે 448.4 કરોડ યૂનિટ વીજળીનો કારોબાર થયો છે. જો આ મુજબ જોઈએ તો સરેરાશ બજારમાં વેચાણ કિંમત મુજબ પ્રતિ યુનિટે રૂ.2.43 કહી શકાય. ગત વર્ષ કરતા આ વર્ષે વીજળી કારોબારમાં 27 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં સરેરાશ બજાર વેચાણ પ્રતિ યુનિટે રૂ.3.32 કિંમત નોંધાયું હતું.

IEXના જણાવ્યા અનુસાર, ‘ડે-અહેડ માર્કેટ’માં વીજળીની ઉપલબ્ધતા જરૂરિયાત મુજબ હતી. DAMમાં વેચાણ માટે 1,012.3 કરોડ યુનિટની બિડ હતી, જ્યારે ખરીદી માટેની બિડ્સ 508.1 કરોડ યુનિટ હતી. એટલે કે ઓગસ્ટમાં IEXની માંગ ઓછી રહી હતી જ્યારે પુરવઠો વધુ રહ્યો હતો. આકર્ષક કિંમતના કારણે વિજળી ખરીદીનો સોદો વિતરણ કંપનીઓ તેમજ વિનિમયના ઉદ્યોગ માટે ફાયદાકારક રહ્યો.

મહિના દરમિયાન પૂરા 31 દિવસોની ‘એક દેશ એક કિંમત’ રહી

નિવેદનમાં જણાવ્યા અનુસાર ટર્મ અહેડ માર્કેટ (TAM) એટલે કે, એક સપ્તાહ સુધીના સમયગાળા દરમિયાન પાવર ડિલિવરી ડીલ હેઠળ 11.5 કરોડ યુનિટ વીજળીનો કારોબાર થયો, જે માસિક ધોરણે 97 ટકા વધારે છે. આ સૂચવે છે કે, વિતરણ કંપનીઓ વચ્ચે ટૂંકા ગાળાની વીજ જરૂરિયાતોને પહોંચી વળવા માટે TAM કરારનું મહત્વ યથાવત્ છે.

તાજેતરમાં જ IEXએ GTM શરૂ કર્યું હતું

તો રીઅલ-ટાઇમ પર (RTM) એટલે કે વીજળીની તાત્કાલિક જરૂરિયાતોને પૂર્ણ કરતા માર્કેટમાં માસિક ધોરણે 9 ટકાનો વધારો થયો છે. IEXએ ઓગસ્ટમાં RTM હેઠળ કુલ 85.6 કરોડ યુનિટનો કારોબાર કર્યો છે. RTM 1 જૂન, 2020ના રોજ શરૂ થયું અને આજ સુધીનો સૌથી વધુ માસિક કારોબાર છે.

એક્સચેન્જે નવીનીકરણીય ઉર્જાના વેપાર માટે 21 ઓગસ્ટ-2020થી ગ્રીન ટર્મ અહેડ માર્કેટ (GTM) શરૂ કર્યું હતું, આમાં 11 દિવસમાં 30 લાખ યુનિટ વીજળીનો કારોબાર થયો છે.

Web Title: IEX Electricity Market Trades 5467 MU In August-2020, Up 1 Percent YOY