વીજ પુરવઠાને લઈને સરકાર લેશે આ મહત્વનો નિર્ણય, કંપની અને ગ્રાહકોને થશે સીધો ફાયદો

india-news
|

September 03, 2020, 5:00 PM


The government will take this important decision regarding power supply, which will directly benefit the company and the consumers.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : ઉર્જા મંત્રાલય રાજ્યોમાં વિજળી વિતરણ કંપનીને રકમ ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહી છે. તેના માટે મંત્રાલય કેન્દ્રીય મંત્રિમંડળને સુધાર આધારિત પ્રોત્સાહન પેકેજ યોજના સાથે જોડાયેલા પ્રસ્તાવને સોપી શકે છે. જો કે, કેન્દ્ર સરકાર દરેક ડિસ્કોમના પ્રદર્શનના આધાર ઉપર પાવર સેક્રટરને ફંડ આપશે. સુધાર આધારિત પ્રોત્સાહિત યોજના ફંડ હેઠળ 3.12 લાખ કરોડ રૂપિયાના પેકેજનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. વિજળી સેક્ટરને આર્થિક પેકેજ આપવા પાછળ સરકારનો ઉદ્દેશ સામાન્ય માણસોને રાહત પહોંચાડવાનો છે.

ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ડિસ્કોમનું થશે ખાનગીકરણ

ઉર્જા ક્ષેત્ર માટે સુધાર યોજના હેઠળ કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ડિસ્કોમનું નાણાકીય વર્ષ 2020-21માં ખાનગીકરણ કરવામાં આવશે. જેમાં ચંડિગઢ, અંડમાન નિકોબારનું ડિસ્કોમ પણ સામેલ છે. તે સિવાય દાદરનગર હવેલી અને દમણ-દીવની ડિસ્કોમને પણ ખાનગી કંપનીને સોપવામાં આવશે. સરકારી સુત્રોના જણાવ્યાં પ્રમાણે રૂરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશન તરફથી રાજ્યોની ડિસ્કોમમાં 68000 કરોડ રૂપિયાના નાંખવાની મંજૂરી આપવામાં આવી છે.

પાછલા નાણાકીય વર્ષમાં ડિસ્કોમને થયું 2.28 લાખ કરોડનું નુકશાન

સુત્રો પ્રમાણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી ઉધાર લેવાની સીમા વધારવાની સાથે જ રૂ.1.2 લાખ કરોડની રકમની માગ કરી શકાય છે. આશા છે કે, વર્ષ 2020ના અંત સુધીમાં તમામ ડિસ્કોમનું નુકશાન ઘટીને રૂ. 1.4 લાખ કરોડ સુધી લાવવામાં આવશે. ડિસ્કોમના નાણાકીય વર્ષ 2019-20 દરમયાન 2.28 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે જૂન 2020 સુધી વિજળી ઉત્પાદન અને વિતરણ કંપની માટે લેવામાં આવેલા ઉધારમાં રાજ્યોની ડિસ્કોમ ઉપર 2.63 લાખ કરોડ રૂપિયા બાકી છે. તેમાં રાજસ્થાન ડિસ્કોમ પર 35042 કરોડ રૂપિયા, તામિલનાડુના 18970 કરોડ અને ઉત્તરપ્રદેશના 13715 કરોડ રૂપિયા બાકી છે.

Web Title: The government will take this important decision regarding powersupply