વેક્સિનના સમાચારથી સોનું અને ચાંદી તૂટ્યા

commodity-news-india
|

August 11, 2020, 6:20 PM

| updated

August 11, 2020, 6:39 PM


Russia Vaccine News Dampens Metal, Gold-Silver Crack in Trade.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ :  રશિયાએ વિશ્વની સૌપ્રથમ રસી શોધ્યાના અને આજે રજિસ્ટ્રેશન કરાયાના અહેવાલ બાદ સોના-ચાંદીમાં ભૂકંપ આવ્યો છે.

રશિયાએ રસીની જાહેરાત કરતા ફરી સુરક્ષિત એસેટ ક્લાસમાંથી રોકાણ પરત ખેંચાયું છે. વૈશ્વિક બજારમાં સોનું ફરી 2000 ડોલરની નીચે સર્કયું છે અને ચાંદીમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે.

MCX ખાતે સોનું 2086 રૂપિયા, 4%ના કડાકા સાથે 52,760 પર અને ચાંદીનો 6% એટલેકે 4500 રૂપિયાના મસમોટા કડાકા સાથે 80,870ના લેવલે બંધ આવ્યા છે.

વૈશ્વિક સ્તરે COMEX ગોલ્ડ 3.35%ના કડાકે 1962 ડોલર અને ચાંદી 7.63%ના કડાકે 27.03 ડોલરના ઈન્ટ્રાડે લો લેવલે ટ્રેડ કરી રહ્યાં છે.

Web Title: Russia Vaccine News Dampens Metal, Gold-Silver Crack in Trade