વેક્સીન અંગે અદાર પુનાવાલાનો ખુલાસો, 2 વર્ષ સુધી માસ્કથી જ કોરોનાથી બચો…

india-news
|

August 10, 2020, 11:15 AM


Punawala's revelation about vaccine, avoid corona with mask for 2 year.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: આપણે સૌ જાણીએ છીએ કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ વિકસિત કરેલ કોરોના વાયરસની વેક્સીન બનાવવાનો ઓર્ડર ભારતીય કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટને મળ્યો છે. કંપનીના કર્તાધર્તા અદાર પુનાવાલા આ અંગે ઘણા નિવેદનો આપી ચૂક્યા છે પરંતુ આજે તેમના આ નિવેદનથી નિરાશા વ્યાપી છે. તેમણે જણાવ્યું છે કે, કોરોનાની વેક્સીન દરેક ભારતીય સુધી પહોંચાડાશે પરંતુ તેમાં 2 વર્ષ લાગી જશે, ત્યાં સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગથી બચાવ થશે. હવે આપણે કોરોનાની આદતો સાથે જીવતા શીખવું પડશે.

રસી અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, ઇમ્યુન રિસ્પોન્સ 90% જેટલો છે. ત્રીજા તબક્કાની ટ્રાયલના રિઝલ્ટ બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. રસીની કોઇ સાઇડ ઇફેક્ટ પણ નથી. 2-3 મહિનામાં હ્યુમન ટ્રાયલમાં તેની સફળતા સાબિત થશે ત્યારે અમે સેલિબ્રેટ કરીશું. પુનાવાલાએ જણાવ્યું કે, મહામારીએ શીખવ્યું કે જો સ્વાસ્થ્ય નહીં હોય તો બીજું કોઇ સેક્ટર પણ નહીં હોય. કોઇ પણ રસી બજારમાં આવતાં 3-4 વર્ષ જેટલો સમય લાગતો હતો. જોકે, હવે રેગ્યુલેટરી સિસ્ટમ ઝડપથી કામ કરી રહી છે. જે કામોમાં 1 વર્ષ વીતી જતું તે હવે 3-4 દિવસમાં થઇ રહ્યા છે. ક્લિયરન્સ તરત મળી રહી છે.

વધુમાં તેમણે કહ્યું કે, માનવતા અમારી પહેલી પ્રાથમિકતા છે. મારી માતાએ મને હંમેશા ગરીબોની મદદ કરવાનું શીખવ્યું છે. હું પણ મારા સંતાનોને તે જ શીખવીશ. પહેલું લૉકડાઉન જરૂરી હતું પણ હવે તે તેટલું કારગત સાબિત નહીં થાય. તેનાથી દેશનું અર્થતંત્ર પડી ભાંગશે. નાના દુકાનદારો, રોજ કમાઇને રોજનું ખાનારા માટે રોજી-રોટીનું સંકટ ઊભું થઇ જશે. તેમણે કહ્યું કે, રસી માટે અમે 1,500 કરોડ રૂ. ખર્ચ્યા છે. સૌથી મોટા રસી ઉત્પાદક હોવાના કારણે અમારી ફરજ પણ છે કે સમાજના છેવાડાના વર્ગ સુધી રસી સરળતાથી પહોંચે.

Web Title: Adar Poonawala’s revelation about vaccine, avoid corona with mask for 2 years …